The Family Man 3: ધ ફેમિલી મેન સીઝન 3 ની ઓટીટી રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે થશે ધમાકો

મનોજ બાજપેયીની સિરીઝ ધ ફેમિલી મેન 3નો ચાહકોને આતુરતાથી ઇન્તજાર હતો. મેકર્સએ પ્રાઈમ વિડિયો પર રિલીઝ ડેટ જાહેર કરી.

by aryan sawant
The Family Man 3 ધ ફેમિલી મેન સીઝન 3 ની ઓટીટી રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે થશે ધમાકો

News Continuous Bureau | Mumbai

The Family Man 3 મનોજ બાજપેયીની એક્શન-થ્રિલર સિરીઝ ધ ફેમિલી મેનની બે સીઝન આવી ચૂકી છે અને બંને સુપરહિટ સાબિત થઈ છે. હવે ચાહકોને તેની ત્રીજી સીઝનનો આતુરતાથી ઇન્તજાર છે. ચાહકો છેલ્લા 4 વર્ષથી તેની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. હવે આ ઇન્તજાર પૂરો થવાનો છે, કારણ કે મેકર્સએ ત્રીજી સીઝનની રિલીઝ ડેટ અનાઉન્સ કરી દીધી છે. આ રિલીઝ ડેટ વિશે જાણવા માટે ચાહકો સતત રિક્વેસ્ટ કરી રહ્યા હતા.

‘ધ ફેમિલી મેન’ સીઝન 3 ઓટીટી રિલીઝ ડેટ

પ્રાઈમ વિડિયોએ 27 ઓક્ટોબરના રોજ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે તેઓ આજે રિલીઝ ડેટની અનાઉન્સમેન્ટ કરવાના છે અને હવે આ ઇન્તજાર ખતમ કરી દીધો છે. ધ ફેમિલી મેન સીઝન 3 પ્રાઈમ વિડિયો પર 21 નવેમ્બરના રોજ રિલીઝ થશે.ધ ફેમિલી મેન સિરીઝ જાસૂસી અને એક્શનથી ભરપૂર રહી છે. આ ત્રીજી સીઝન પણ કંઈક આવી જ રહેવાની છે. ખાસ વાત એ છે કે સિરીઝમાં ઘણા નવા ચહેરાઓ નજર આવવાના છે, જેના કારણે વાર્તા માં ઘણા ટ્વિસ્ટ જોવા મળવાના છે. સિરીઝની વાર્તા રાજ-ડીકે અને સુમનએ લખી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ

‘ધ ફેમિલી મેન’ની સ્ટારકાસ્ટ

ધ ફેમિલી મેન 3ની સ્ટારકાસ્ટની વાત કરીએ તો, જૂના ચહેરાઓ સાથે શોમાં ઘણા નવા ચહેરા પણ નજર આવવાના છે. શોમાં મનોજ બાજપેયી સિવાય જયદીપ અહલાવત, નિમ્રત કૌર, શારિબ હાશ્મી, પ્રિયામણી, અશ્લેષા ઠાકુર, વેદાંત સિંહા, શ્રેયા ધનવંતરી અને ગુલ પનાગ અહમ કિરદાર નિભાવતા નજર આવશે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

Join Our WhatsApp Community

You may also like