Site icon

બજેટથી બમણી થઈ ‘ધ કેરળ સ્ટોરી’ની કમાણી, જાણો 8માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

અદા શર્મા સ્ટારર ધ કેરલા સ્ટોરીએ તેના બજેટ કરતા વધુ કમાણી કરી છે. ફિલ્મે 8મા દિવસે પણ ડબલ ડિજિટમાં કમાણી કરી લીધી છે અને ફિલ્મને ચાહકોનો સપોર્ટ મળી રહ્યો છે.

the kerala story was not banned in tamil nadu know what was the reason for stopping the screening

તમિલનાડુમાં 'ધ કેરળ સ્ટોરી' પર ન હતો મુકવામાં આવ્યો પ્રતિબંધ, જાણો શું હતું સ્ક્રીનિંગ રોકવાનું કારણ

News Continuous Bureau | Mumbai

જ્યાં એક તરફ ફિલ્મ ધ કેરળ સ્ટોરીને દર્શકો તરફથી સમર્થન મળી રહ્યું હતું, તો બીજી તરફ બે રાજ્યોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે બાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ના નિર્માતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સરકારનો જવાબ માંગ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો હતો કે તેમની ફિલ્મ બંને રાજ્યોના સિનેમા હોલમાં પ્રદર્શિત કરવામાં આવી રહી નથી. આ વિવાદ વચ્ચે શુક્રવારે ફિલ્મે કેટલી કમાણી કરી તેનો પ્રારંભિક અંદાજ સામે આવી ગયો છે.

Join Our WhatsApp Community

 

ધ કેરળ સ્ટોરીનું આઠમા દિવસ નું કલેક્શન 

ધ કેરળ સ્ટોરીને પણ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની જેમ દર્શકોનું સમર્થન મળી રહ્યું છે અને ફિલ્મ ઝડપથી કમાણી કરી રહી છે. 8 કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કર્યા બાદ ફિલ્મે સાત દિવસમાં 81.36 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બીજી તરફ, એક વેબસાઈટ ના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ફિલ્મે 8માં દિવસે લગભગ 12 કરોડનું કલેક્શન કર્યું છે.

 

આટલું હતું ધ કેરળ સ્ટોરી ફિલ્મ નું કુલ બજેટ 

તમને જણાવી દઈએ કે અદા શર્મા ફિલ્મ ધ કેરળ સ્ટોરીમાં લીડ રોલમાં છે અને તેને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. અદા સાથે, ફિલ્મમાં યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈદનાની પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેન કરી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે ફિલ્મનું બજેટ 40 કરોડની આસપાસ છે અને ફિલ્મે તેનાથી બમણી કમાણી કરી છે. તે જ સમયે, ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડ ક્લબમાં સામેલ થઈ શકે છે.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version