Site icon

સંજય દત્તના ઘરે 1,500 રૂપિયાની નોકરી કરનાર આ વ્યક્તિ આજે છે સુપરસ્ટાર, તેની દીકરી પણ છે હીરૉઇન; જાણો દિલચસ્પ કહાની

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

બૉલિવુડની ઝગમગતી દુનિયામાં કામ કરતા કલાકારોએ પદાર્પણ કરતાં પહેલાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. બૉલિવુડમાં એવા ઘણા કલાકારો છે જેમણે પોતાની મહેનત અને કુશળતાથી પોતાની ઓળખ બનાવી છે. આવા જ એક બૉલિવુડ અભિનેતા જેણે અભિનેતા સંજય દત્તના ઘરે 1,500 રૂપિયાના માસિક પગાર પર કામ કર્યું છે. આ અભિનેતા શક્તિ કપૂર છે.

શક્તિ કપૂરે 1972માં ફિલ્મ ‘જાનવર અને ઇન્સાન’થી બૉલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ તેને તેની સાચી ઓળખ ફિલ્મ ‘કુર્બાની’થી મળી. આ ફિલ્મ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ત્યારથી તેણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. આજે પણ શક્તિ કપૂર દ્વારા ભજવવામાં આવેલી નેગેટિવ અને કૉમેડી ભૂમિકાઓ દર્શકોના દિલમાં રહે છે. 

હકીકતમાં શક્તિ કપૂર બૉલિવુડમાં આવવા માગતો ન હતો. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘તે બૉલિવુડમાં પદાર્પણ કરતાં પહેલાં ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવા માગતો હતો, પરંતુ નસીબે તેને અભિનેતા બનાવી દીધો.’ જ્યારે તે બૉલિવુડમાં આવ્યો ત્યારે તેનું નામ સુનીલ હતું. વળી શરૂઆતમાં તે સિને-ઇન્ડસ્ટ્રીમાં નવોદિત હતો. એથી તેને ફિલ્મોમાં વધારે કામ ન મળ્યું. એથી તે સમયે તેને ઘણી આર્થિક કટોકટીઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં સંજય દત્તના પિતા સુનીલ દત્તે તેને આશરો આપ્યો હતો.

‘શોલે’ અને સુપર ફ્લૉપ? માન્યામાં નહીં આવે પણ ફિલ્મ ક્રિટિક જમાતે આ દાવો કર્યો હતો, આખરે પૈસા બાબતે ડખો થયો, પછી શું થયું? જાણો રસપ્રદ વાત અહીં

આ વાત તેણે એક મુલાકાતમાં કહી છે. શક્તિ કપૂરે કહ્યું કે ‘તે મને દર મહિને 1,500 રૂપિયા આપતા હતા, જેનો ઉપયોગ હું મારા ખર્ચાઓ માટે કરતો હતો. પાછળથી શક્તિ કપૂરને અકસ્માત થયો અને તે ફિરોઝ ખાનને મળ્યો અને ‘કુર્બાની’ ફિલ્મ મળી. શક્તિ કપૂરે ત્યાર બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. શક્તિ કપૂર બૉલિવુડના સૌથી સફળ અભિનેતાઓમાંનો એક છે. તેની પુત્રી શ્રદ્ધા કપૂર પણ બૉલિવુડની અગ્રણી અભિનેત્રી છે.

Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Love & War Leak: રણબીર-આલિયાના ‘રેટ્રો’ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ! ‘લવ એન્ડ વોર’ માંથી 80 ના દાયકાની ઝલક થઈ લીક; વિકી કૌશલના રોલ પર વધ્યું સસ્પેન્સ
Success Story: ચોકીદારથી કરોડોના ટ્રેનર સુધીની સફર! અંબાણી પરિવારને ફિટ રાખતા વિનોદની સંઘર્ષગાથા; જાણો કેવી રીતે બદલાયું નસીબ
Exit mobile version