News Continuous Bureau | Mumbai
દેશના પ્રખ્યાત પરિવારોની વાર્તાઓમાં સામાન્ય લોકોને ખૂબ જ રસ હોય છે. આ જ કારણ છે કે ફિલ્મ નિર્માતાઓ પણ આ વાર્તાઓને ફિલ્મનું સ્વરૂપ આપવાનું પસંદ કરે છે. ફરી એકવાર દર્શકોને એક મોટા બિઝનેસ ફેમિલીની (business family) વાર્તા સ્ક્રીન પર જોવા મળશે. આ બિઝનેસ ફેમિલી ટાટા ફેમિલી(TATA family) છે. ટૂંક સમયમાં ટાટા પરિવાર પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ટી-સિરીઝ અને ઓલમાઇટી મોશન પિક્ચર્સ આ પ્રતિષ્ઠિત પરિવારની વાર્તાને દર્શકો સુધી લાવવા માટે એકસાથે આવ્યા છે.
T-Series and Almighty Motion Picture are all set to bring together a story of the great business family into your world. #TheTatas#BhushanKumar #KrishanKumar #ShivChanana #almightymotionpicture #girishkuber #prabhleensandhu #labyrinthlit #Karmamediaandenterainment @KarmaMediaEnt pic.twitter.com/dgaCUOTIj4
— T-Series (@TSeries) May 24, 2022
ટી સિરીઝ (T-Series) અને ઓલમાઇટી મોશન પિકચર્સએ(Almighty Motion Pictures )ગિરીશ કુબેર લિખીત પુસ્તક ધી તાતાઝ, હાઉ અ ફેમિલી બિલ્ટ અ બિઝનેસ એન્ડ અ નેશન નામનાં પુસ્તકના ઓડિયો-વિઝ્યુઅલ રાઈટ્સ ખરીદી લેવાની ઘોષણા કરી છે.ત્રણ પેઢીઓથી આ પરિવાર દેશના નિર્માણમાં ભાગીદાર છે.ટી સિરીઝ (T-Series)એ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર આ જાણકારી શેર કરી છે. પોસ્ટમાં ફિલ્મનું એક પોસ્ટર(poster) શેર કરવામાં આવ્યું છે. એવું પણ લખવામાં આવ્યું છે કે,ટી સિરીઝ અને ઓલમાઇટી મોશન પિકચર્સ ('T-Series and Almighty Motion Pictures )એકસાથે દેશના મહાન બિઝનેસ પરિવારની કહાની દુનિયા સમક્ષ લાવી રહ્યા છે. હેશટેગની સાથે લખ્યું, 'ધ ટાટા'.
આ સમાચાર પણ વાંચો: કોમેડિયન ભારતી સિંહની મુશ્કેલીઓ વધી, દાઢી-મૂછની ટિપ્પણી પર NCMએ લીધું આ પગલું
આ ફિલ્મમાં ટાટા પરિવારનો (TATA family) ઈતિહાસ બતાવવામાં આવશે. જો કે, હજુ સુધી આ ફિલ્મ વિશે અન્ય કોઈ માહિતી સામે આવી નથી, તેનું શૂટિંગ ક્યારે અને ક્યાંથી શરૂ થશે. તેમજ ફિલ્મની રિલીઝ ડેટ અને સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. નિર્માતાઓએ હજુ સુધી આ ફિલ્મનું ફોર્મેટ (film format) જાહેર કર્યું નથી કે તે ફિલ્મ હશે કે વેબ સિરીઝ.બોલિવુડ સૂત્રોના જણાવ્યા અનુસાર તાતા પરિવારની ગાથા એટલી લાંબી છે કે તેને એક ફિલ્મમાં સમાવવી શક્ય નથી. અગાઉ પણ આ પુસ્તક પરથી વેબ સિરીઝ (web series)બનાવવાનો સંકેત આ નિર્માતાઓ અગાઉ આપી ચૂક્યા છે. તાતા પરિવારે માત્ર જુદી જુદી કંપનીઓ જ નહીં પરંતુ આઝાદી પછી દેશ નિર્માણમાં કેવી ભૂમિકા ભજવી તેની વિગતો પણ સવિસ્તર આવરી લેવી હોય તો ઓટીટી પ્લેટફોર્મ જ તેને માટે અનુકૂળ બની શકે. આ પ્રોજેક્ટની કાસ્ટ સહિતની અન્ય વિગતો ની રાહ જોવાઈ રહી છે.