ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
22 જાન્યુઆરી 2021
બોલિવૂડમાં કામ કરનારા દરેક કલાકારોની ઈચ્છા મોટા સ્ટાર બનવાની હોય છે અને આ સપનાને તેમને પૂરા કરવા માટે દિન રાત મહેનત કરવી પડે છે. બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવવા માટે લોકોએ પોતાના નામથી લઈને ચહેરો પણ બદલવો પડે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા એવા ઘણા સિતારાઓ પોતાની કારકિર્દી બનાવવા માટે ઘણા ફિલ્મ સિતારાઓએ જ્યોતિષ શાસ્ત્રનો આશરો લીધો છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મ સિતારાઓએ નયુમેરોલોજીકલ હિસાબથી પોતાનું નામ બદલીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
1. અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અને બોલિવુડના બિગ બી અમિતાભ બચ્ચનનો જન્મ થયો ત્યારે પરિવારના લોકોએ તેમનું નામ ઇન્કલાબ રાખ્યું હતું. પરંતુ થોડા સમય બાદ જ તેમનું નામ બદલીને અમિતાભ રાખવામાં આવ્યું. તેમના પિતાની સરનેમ શ્રીવાસ્તવ હતી જેથી તેમણે સરનેમ બદલીને બચ્ચન કરી દીધી. ત્યારબાદથી આવનારી પેઢીની સરનેમ પણ બચ્ચન જ રાખવામાં આવે છે.
2 સલમાન ખાન
બોલીવુડ દબંગ એટલે કે સલમાન ખાનનું સાચું નામ જાણીને તમને પણ આશ્ચર્ય થશે. જણાવી દઈએ કે તેનું અસલી નામ સલમાન નહિ પરંતુ અબ્દુલ રાશિદ સલમાન ખાન છે. મૉડેલિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરતા સમયે પોતાના લાંબા નામને બદલે તેમણે પોતાનું સેકન્ડ નામ સલમાન ખાન રાખીને ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યા હતા.
3 શિલ્પા શેટ્ટી
ફિલ્મ ઈન્ડસ્ટ્રિની સુપરહિટ અને ફીટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ લાંબા સમયથી ફિલ્મ થી અંતર રાખેલ છે. ઓછા લોકો તે વાતથી વાકેફ હશે કે શિલ્પા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દીની શરૂઆત પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. શિલ્પા શેટ્ટીનું અસલી નામ અશ્વિની શેટ્ટી છે. હકીકતમાં ન્યુરોલોજીસ્ટનાં કહેવા પર શિલ્પાના માતા-પિતાએ તેનું નામ અશ્વિની થી બદલીને શિલ્પા રાખ્યું હતું.
4 આમિર ખાન
બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ ગણાતા આમિર ખાન પણ બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવતા પહેલા પોતાનું નામ બદલી ચૂક્યાં છે. હકીકતમાં આમીર ખાનનું સાચું નામ મોહમ્મદ આમિર હુસેન ખાન છે. પરંતુ આ નામ ખુબ જ લાબું હોવાથી સરળતાથી યાદ રહે તેના માટે તેમણે માત્ર આમિર ખાન રાખ્યું.આમિર ખાનને 1884માં ફિલ્મ હોળીથી બોલિવુડમાં ડેબ્યું કર્યું.
5 સની લીયોની
પોતાની હોટનેસ અને બોલ્ડનેસને લઈને ચર્ચામાં રહેવા વાળી સ્ટાર સની લીયોનીએ પણ પોતાનું અસલી નામ બદલી દીધું છે. સની લિયોનીનું સાચું નામ કરણજીત કૌર વોહરા છે. પરંતુ જ્યારે તે પોર્ન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બની તો તેને પોતાનું નામ બદલીને સની રાખી લીધું. સની લિયોનીની એક બાયોપિક ફિલ્મ પણ આવી ચુકી છે.
6 અક્ષય કુમાર
બોલીવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમાર અત્યાર સુધી 100થી વધુ બોલિવુડ ફિલ્મમાં કામ કરી ચુક્યો છે. સૌગંધ ફિલ્મથી ડેબ્યુ કરનાર અક્ષય કુમારની આજે બોલિવુડની ટોપની હસ્તીઓમાંના એક છે. પરંતુ અક્ષય કુમારનું અસલી નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે.તેની પાછળનું કારણ એવું છે.અક્ષય કુમારની પહેલી ફિલ્મ ‘આજ’ 1987માં આવી હતી.આ ફિલ્મના લીડ એક્ટર ગૌરવના કેરેક્ટરનું નામ અક્ષય હતું. જેનાથી પ્રેરાઈ અક્ષય કુમારે રાજીવ હરી ઓમ ભાટિયામાથી અક્ષય કુમાર કર્યું.
7 ઈરફાન ખાન
એક્ટીગના અનોખા અંદાજથી બોલીવુડ જગતમાં પોતાનું નામ બનાવનાર અભિનેતા ઈરફાન ખાનનું સાચું નામ ‘સાહબજાદે ઈરફાન અલી ખાન’ છે. ફિલ્મોમાં આવવાના પહેલા આમણે પોતાનું નામ બદલીને ઈરફાન ખાન કરી નાખ્યું હતું. થોડા સમય સુધી તો તે આ નામની આગળ ખાન પણ લગાવતા નહિ. આપને જણાવી દઈએ કે ઈરફાને બોલિવુડમાં ‘ધ વોરિયર’ નામની ફિલ્મથી સફર શરૂ કરી હતી.
8 જીતેન્દ્ર કપૂર
પોતાના જમાનામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાનાર સુપર સ્ટાર જીતેન્દ્ર કપૂર પણ પોતાનું નામ બદલી ચૂક્યાં છે. તેમનું સાચું નામ રવિ કપુર હતું. તે સમય દરમ્યાન બોલીવુડ હીરોનાં નામ કંઈક અલગ પ્રકારના હતા અને તેમણે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનાં હિસાબથી પોતાનું નામ બદલી દીધું હતું. પરંતુ પોતાના રીયલ નામ પ્રત્યેના આકર્ષણને કારણે તેઓને હંમેશા દરેક ફિલ્મમાં પોતાનું નામ રવિ રાખ્યું.
9 તબ્બુ
અભિનયની આગવી છટ્ટાથી લાખો લોકોના દિલ પર રાજ કરનાર તબ્બુએ બોલીવુડમાં આગવી છાપ ઉભી કરી છે. તબ્બુનું સાચું નામ તબસ્સુમ હાસીમ ખાન છે. પરંતુ આ નામ યાદ રાખવામાં ઘણું જ અઘરૂ પડતું હતું. એટલે બોલીવુડમાં ડેબ્યુ કર્યા પહેલા તબસ્સુમમાંથી નામ બદલી તબ્બુ કરી નાખ્યું હતું. જેથી કરીને લોકોને તેનું નામ બોલવામાં અને યાદ રાખવામાં સરળતા પડે.
10 રજનીકાંત
દક્ષિણ ભારતના સુપસ્ટાર અને ભગવાન તરીકે પૂજાતા અભિનેતા રજનીકાંતે પણ પોતાનું નામ બદલ્યું છે. રજનીકાંતનું અસલી નામ શિવાજી રાવ ગાયકવાડ છે. પરંતુ તેમની પ્રથમ ફિલ્મના ડાયરેક્ટર કે બાલાચંદને સ્ક્રીન માટે શિવાજી રાવ ગાયકવાડમાંથી તેમનું નામ બદલી રંજનીકાંત રાખ્યું હતું. આપને જણાવી દઈએ કે ભારત સરકારે રજનીકાંતને અનોખી અદાકારા માટે પદ્મભૂષણ અને પદ્મવિભૂષથી સન્માનિત કર્યા છે.