Site icon

વિધવાનું જીવન જીવી રહી છે આ ટોચની અભિનેત્રીઓ. પ્રથમ ક્રમાંકની અભિનેત્રી પાસે છે 304 કરોડ રૂપિયાની સંપત્તિ.; જાણો કોણ છે તે અભિનેત્રીઓ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

પતિના લાંબા આયુષ્ય માટે ઘણી સ્ત્રીઓ ભારતીય પરંપરા મુજબ ઉપવાસ અને પૂજા જેવાં અનેક કાર્યો કરે છે. બૉલિવુડ અભિનેત્રીઓ પણ આ કરવામાં પાછળ નથી, પરંતુ આ દરેક સ્ત્રીનું ભાગ્ય નથી. ઘણી બધી કમનસીબ મહિલાઓ છે જે હવે વિધવા જીવન જીવી રહી છે, તો ચાલો આજે જાણીએ આવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે.

રેખા

65 વર્ષની રેખા હજુ પણ એક યુવતી જેટલી સુંદર દેખાય છે. વળી આજની નવી અભિનેત્રીઓ લાઇનની સામે નિસ્તેજ છે. આજના યુવાનો પણ રેખા માટે ખૂબ જ ઉન્મત્ત છે. રેખાનાં લગ્ન 1990માં દિલ્હીના ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે થયાં હતાં, પરંતુ લગ્નના એક વર્ષ બાદ તેના પતિ મુકેશ અગ્રવાલે કોઈ કારણસર આત્મહત્યા કરી લીધી હતી. રેખા ત્યારથી વિધવા જીવન જીવી રહી છે. વળી, એક વેબસાઇટ અનુસાર રેખા પાસે 40 મિલિયન ડૉલરની સંપત્તિ છે, જે ભારતીય ચલણમાં રૂપિયા 304 કરોડથી વધુ છે.

ડિમ્પલ કાપડિયા

પ્રખ્યાત અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ 1973માં સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી ડિમ્પલ અને રાજેશ 1974માં એક સુંદર છોકરીનાં માતાપિતા બન્યાં, પછી તેણે 1977માં એક પુત્રીને જન્મ આપ્યો, અને ઘણાં વર્ષોના સફળ પારિવારિક જીવન પછી રાજેશ ખન્નાનું અવસાન થયું. ડિમ્પલ કાપડિયાને એકલાં મૂકીને 18 જુલાઈ, 2012ના રોજ હાર્ટ ઍટેકથી તેનું અવસાન થયું. ડિમ્પલ કાપડિયા હાલમાં 62 વર્ષની છે, પરંતુ તે હજુ પણ ખૂબ જ સુંદર અને યુવાન દેખાય છે.

શાંતિ પ્રિયા

શાંતિ પ્રિયાએ 1999માં અભિનેતા સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી તેમને બે પુત્રીઓ પણ હતી, પરંતુ 2004માં સિદ્ધાર્થનું અચાનક હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું. ત્યારથી શાંતિ પ્રિયા તેની બે પુત્રીઓ સાથે વિધવા જીવન જીવી રહી છે.

કહકશાં પટેલ

કહકશાં પટેલે આરીફ પટેલ, એક ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી તેમને અરહાન અને નુમાયર નામનાં બે બાળકો થયાં, પરંતુ વર્ષ 2018માં હાર્ટ ઍટેકથી આરીફ પટેલનું અવસાન થયું, ત્યારથી કહકશાં પટેલ એકલી રહે છે અને પતિનો વ્યવસાય ચલાવે છે.

કરણ અને અર્જુન પિક્ચર માં કિરદાર કરનારી આ અભિનેત્રી આજે બની ગઈ છે ખેડૂત

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version