Site icon

માત્ર ગ્લેમર ના મામલે નહુ પરંતુ સંપત્તિ ના મામલે બોલિવૂડ અભિનેત્રી ઓ ને ટક્કર આપે છે ટીવી ની આ  સુંદરીઓ -વાંચો યાદી અહીં 

News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રીઓ(TV actresses) આજકાલ કમાણીના મામલામાં બોલિવૂડ અભિનેત્રીઓ(Bollywood actresses) ને પણ ટક્કર આપી રહી છે. તેઓ ઘણા બોલિવૂડ સેલેબ્સ(Bollywood celebs) કરતા પણ અમીર છે. આવો એક નજર કરીએ તે ટીવી અભિનેત્રીઓ પર જે ઇન્ડસ્ટ્રી ની સૌથી અમીર એક્ટ્રેસ(The richest actress) માની એક છે.

Join Our WhatsApp Community

જેનિફર વિંગેટ(Jennifer Winget)

સૌથી અમીર ટીવી અભિનેત્રીઓની યાદીમાં ‘કોડ M’ (Code M)અને ‘બેહદ(Behad)’ ફેમ અભિનેત્રી  જેનિફર વિંગેટનું નામ પ્રથમ આવે છે. જેનિફરે ચાઈલ્ડ એક્ટ્રેસ(Child Actress) તરીકે ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું.એટલું જ નહીં, જેનિફર વિંગેટ નેશનલ ક્રશ(National Crush) પણ છે. જો આપણે જેનિફરની નેટવર્થ(net worth) પર નજર નાખીયે તો તે 40 થી 42 કરોડની વચ્ચે છે.

હિના ખાન(Hina Khan)

આ લિસ્ટમાં હિના ખાનનું પણ નામ સામેલ છે. તેણે ઘણી લોકપ્રિય અભિનેત્રીઓને માત આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિના ખાન ટીવીની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક છે.હિનાએ પોતાના કરિયરની શરૂઆત ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ(Ye Rishta Kya Kehlatah hai) ’થી કરી હતી. આ શોમાં અક્ષરાના રોલમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર હિના ખાન ની કુલ સંપત્તિ 52 કરોડ છે.

સૃતિ ઝા(Sriti Jha)

અમીર અભિનેત્રીઓની યાદીમાં ‘કુમકુમ ભાગ્ય(Kumkum Bhagya)’ ફેમ સૃતિ ઝાનું નામ પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી ની  કુલ સંપત્તિ 31 કરોડ રૂપિયાની નજીક છે.

આ સમાચાર પણ વાંચો : રશ્મિકા મંદન્ના ના ગીત સામી સામી પર કર્યો માધુરી દીક્ષિતે ડાન્સ-પુષ્પા ફેમ અભિનેત્રીએ ઝલક દિખલા જાના સ્ટેજ પર ધક ધક ગર્લ ને લઇ ને કહી આવી વાત 

દિવ્યાંકા ત્રિપાઠી(Divyanka Tripathi)

ટીવીની સુંદર અને ટોચની અભિનેત્રીઓમાં દિવ્યાંકા ત્રિપાઠીને પણ અમીર અભિનેત્રી માનવામાં આવે છે. દિવ્યાંકાએ પોતાના કરિયરની શરૂઆત ‘બનુ મેં તેરી દુલ્હન’થી કરી હતી. તે છેલ્લે ‘ખતરોં કે ખિલાડી(Khatron ke Khiladi) 11’માં જોવા મળી હતી.રિપોર્ટ અનુસાર અભિનેત્રીની કુલ સંપત્તિ 37 કરોડની આસપાસ છે.

શિવાંગી જોશી(Shivangi Joshi)

શિવાંગી જોશીએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાની ભૂમિકા ભજવીને ખૂબ જ નાની ઉંમરે લોકપ્રિયતા મેળવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ શિવાંગી જોશીની નેટવર્થ 37 કરોડની આસપાસ છે.

જ્યારે અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી સાથે થયો હતો મોટો અકસ્માત-જીવ બચાવવા દોડી હતી અભિનેત્રી-જાણો શું હતો મામલો 

 

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version