ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
અભિનેત્રી પાયલ રોહતગી સોશિયલ મીડિયામાં અનેક વખત વિવાદિત રહી છે. ભૂતકાળમાં ગાંધી પરિવાર બદલ એક વિડીયો બનાવવાના મામલે તેને જેલ પણ થઇ ચૂકી છે. જો કે હવે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને આડા હાથે લીધા છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરેલા વીડિયોમાં રડતાં રડતાં કહ્યું કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંગાળમાં હિંસા નહીં રોકી શકે? વીડિયોમાં તેના આંસુ થંભી નથી રહ્યા. તેણે કહ્યું કે બંગાળમાં જે રીતે હિન્દુઓના ઘર પર હુમલા થઈ રહ્યા છે અને હિંદુઓ ની હત્યા થઇ રહી છે તે ચિંતાજનક બાબત છે.
ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.
આમ પાયલ રોહતગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળ સંદર્ભે કડક પગલા ઉઠાવવાની અપીલ કરી છે.