Site icon

Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો

Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: ફિલ્મ ‘એનિમલ’ના પ્રમોશન દરમિયાનનો વીડિયો ફરી વાયરલ; વિજયે ફોન ઉપાડતા જ જે રીતે વાત કરી તેનાથી દુનિયાને ખબર પડી ગઈ હતી કે ‘દાલ મેં કુછ કાલા હૈ

Throwback: When Vijay Deverakonda and Rashmika Mandanna were ‘Caught’ on National TV; Ranbir Kapoor Exposed Their Secret Love Story

Throwback: When Vijay Deverakonda and Rashmika Mandanna were ‘Caught’ on National TV; Ranbir Kapoor Exposed Their Secret Love Story

News Continuous Bureau | Mumbai

 Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video:રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ઉદયપુરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ પાવર કપલે ભલે અત્યારે પોતાના પ્રેમને સત્તાવાર સ્વીકારી લીધો હોય, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેઓ પોતાના સંબંધોને છુપાવતા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રણબીર કપૂરે નેશનલ ટીવી પર રશ્મિકાની ભારે મજાક ઉડાવી હતી.આ કિસ્સો ફિલ્મ ‘એનિમલ’ના પ્રમોશન દરમિયાનનો છે. રશ્મિકા મંદાના અને રણબીર કપૂર તે સમયે સાઉથના સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણના ટૉક શોમાં પહોંચ્યા હતા. વાતોવાતોમાં રણબીરે રશ્મિકાને વિજય દેવરકોંડાને ફોન કરવા માટે કહ્યું હતું. રશ્મિકા પહેલા તો થોડી ગભરાઈ ગઈ, પણ પછી તેણે વિજયને ફોન લગાવ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ

વિજયે ફોન ઉપાડતા જ રશ્મિકા થઈ ગઈ ‘પાણી-પાણી’ 

વિજય દેવરકોંડાએ થોડી જ સેકન્ડોમાં રશ્મિકાનો ફોન ઉઠાવી લીધો અને જે પ્રેમથી તેણે રશ્મિકા સાથે વાત શરૂ કરી, તેનાથી સ્ટેજ પર હાજર દરેક લોકો ચોંકી ગયા હતા. રશ્મિકાએ તરત જ તેને અટકાવ્યો અને ધીમેથી કહ્યું કે તે અત્યારે સ્પીકર પર છે. આ સાંભળીને વિજયે પણ સંભાળીને વાત કરી, પણ રશ્મિકાના ચહેરા પરની લાલી ઘણું બધું કહી જતી હતી. તે સમયે રશ્મિકા એટલી શરમાઈ ગઈ હતી કે રણબીર કપૂરને પણ તેની મજાક ઉડાવવાની તક મળી ગઈ હતી.


રશ્મિકાને વિજયનું નામ સાંભળીને આ રીતે શરમાતી જોઈને રણબીર કપૂરે તેની ખૂબ ટાંગ ખેંચી હતી. રણબીરની આ હરકતને કારણે જ ફેન્સને પહેલીવાર પાકો વિશ્વાસ થયો હતો કે રશ્મિકા અને વિજય વચ્ચે કંઈક ખાસ ચાલી રહ્યું છે. રશ્મિકા અને વિજય હંમેશા પોતાના અંગત જીવન વિશે વાત કરવાનું ટાળતા હતા, પરંતુ આ વીડિયોએ જમાના સામે તેમની પોલ ખોલી દીધી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
RD Burman Wada Karo Song Copy: આર.ડી. બર્મનનું સુપરહિટ ગીત નીકળ્યું ‘કોપી’? ૫૩ વર્ષ બાદ કિશોર કુમારના આ ગીતની ધુન હોલીવુડમાંથી ચોરાઈ હોવાનો દાવો
Exit mobile version