News Continuous Bureau | Mumbai
Tiger 3:સલમાન ખાન ના ચાહકો તેની ફિલ્મ ટાઈગર 3 ની રાહ જોઈ રહ્યા હતા હવે આ ફિલ્મ ગઈકાલે રિલીઝ થઇ ગઈ છે. ટાઇગર 3ની રિલીઝ સાથે જ મેકર્સને મોટો ઝટકો લાગ્યો છે. સલમાન ખાન,સ્ટારર ફિલ્મ ટાઈગર 3 લીક થઈ ગઈ છે. ફિલ્મ નું લીક થવું મેકર્સ માટે મોટી સમસ્યા બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની ડાઉનલોડ લિંક્સ ટોરેન્ટ સાઇટ્સ તેમજ કેટલીક ચેટિંગ એપ્સ પર શેર કરવામાં આવી રહી છે.
પાઈરસી નો શીકાર બની ટાઇગર 3
સલમાન ખાન ની ફિલ્મ ટાઇગર 3 રિલીઝ થયા ને થોડા જ કલાક માં લીક થયો ગઈ છે.આ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની પાંચમી ફિલ્મ છે.પહેલા તો આ ફિલ્મ ના કેટલાક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા હવે તો આખે આખી ફિલ્મ જ લીક થઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ ટોરેન્ટ સાઇટ્સ અને ટેલિગ્રામ પર ફિલ્મો ઝડપથી શેર અને ડાઉનલોડ થઈ રહી છે.આ રીતે ટાઇગર 3 પાઈરસી નો શિકાર બની છે.
આ સમાચાર પણ વાંચોઃ Deepika padukone: દીપિકા પાદુકોણ પર પણ ચઢ્યો જસ્ટ લુકિંગ નો ખુમાર, અભિનેત્રી ની રીલે તોડ્યો આ ફિલ્મના ટ્રેલર નો રેકોર્ડ
ટાઈગર 3 ના ઘણા સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ લીક થયેલા સીન પર થી શહરુખ ખાન અને રિતિક રોશનના કેમિયોની પોલ ખુલી ગઈ છે.