News Continuous Bureau | Mumbai
Tiger 3 OTT release: સલમાન ખાન અને કેટરીના કૈફ ની ફિલ્મ ટાઇગર 3 એ થિયેટરો માં ખુબ ધૂમ મચાવી હતી. યશરાજ ની સ્પાઇ યુનિવર્સ ની ફિલ્મ ટાઇગર 3 માં શાહરુખ ખાન અને રિતિક રોશન નો કેમિયો જોવા મળ્યો હતો. હવે ફિલ્મ ને ઓટીટી ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટર શેર કરી ને ફિલ્મ ને રિલીઝ ની જાહેરાત કરી છે.
ટાઇગર 3 થઇ ઓટીટી પર રિલીઝ
સલમાન ખાને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ને ફિલ્મ ની રિલીઝ અંગે માહિતી આપી છે. સલમાન ખાને તેની ફિલ્મ ટાઇગર 3 નું એક પોસ્ટર શેર કર્યું છે અને પોસ્ટર શેર કરતા તેને લખ્યું છે, “લૉક, લોડ અને તૈયાર. ટાઇગર આવી રહ્યો છે.” જુઓ પ્રાઈમ વિડિયો પર હવે ટાઈગર 3.
તમને જણાવી દઈએ કે, ટાઇગર 3 એ ટાઇગર ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે અને તે YRF સ્પાઇ યુનિવર્સ નો એક ભાગ છે. એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી ટાઈગર 3 રિલીઝ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો : Urfi javed: નવા વર્ષ ની શરૂઆત થતાં જ ઉર્ફી જાવેદ ની થઇ આવી હાલત, અભિનેત્રી ની તસવીર જોઈ ચાહકો ને થઇ ચિંતા