News Continuous Bureau | Mumbai
અભિનેતા ટાઈગર શ્રોફે અક્ષય કુમાર સાથે ‘મેં ખિલાડી’ ગીત પર દમદાર ડાન્સ કર્યો છે. આ ગીત અક્ષયની આગામી ફિલ્મ ‘સેલ્ફી’નું છે, જે 1994માં આવેલી ફિલ્મ ‘મેં ખિલાડી તુ અનારી’ના ટાઈટલ ટ્રેકની રીમેક છે. શેર કરાયેલા આ વીડિયોમાં ટાઈગર અને ખિલાડી કુમાર બગીચામાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
અક્ષય કુમારે શેર કર્યો વિડીયો
વીડિયો શેર કરતા અક્ષયે કેપ્શનમાં લખ્યું, ‘આ ત્યારે થયું જ્યારે ટાઈગર શ્રોફે મારી સાથે ‘મેં ખિલાડી’ પર ડાન્સ કર્યો! તમે તમારી બેસ્ટી સાથે ‘મેં ખિલાડી’ રીલ કેવી રીતે બનાવશો?’ વીડિયોમાં ટાઇગર અને અક્ષય મેચિંગ બ્લેક સનગ્લાસ અને બ્લેક આઉટફિટ્સ પહેરીને ડેશિંગ દેખાતા હતા. બંને એક્શન સ્ટાર્સનો આ વાયરલ વીડિયો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે 55 વર્ષના અક્ષય કુમારે 32 વર્ષના ટાઈગરને ડાન્સ મૂવ્સમાં સ્પર્ધા આપી છે.તમને જણાવી દઈએ કે,આ ગીતના ઓરિજિનલ વર્ઝનમાં અક્ષય સાથે સૈફ અલી ખાન જોવા મળ્યો હતો.
અક્ષય અને ટાઇગર બડે મિયાં છોટે મિયાં માં મળશે જોવા
‘બડે મિયાં છોટે મિયાં’નું શૂટિંગ શરૂ કરી ચૂકેલા અક્ષય અને ટાઈગરે અક્ષયના ગીત પર એકસાથે ડાન્સ કર્યો અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. બડે મિયાં છોટે મિયાંનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન વિરોધી તરીકે જોવા મળશે. તમને જણાવી દઈએ કે ‘સેલ્ફી’ 24 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે.
