News Continuous Bureau | Mumbai
Tiger shroff: બોલિવૂડ અભિએન્ટ ટાઇગર શ્રોફ તેની ફિલ્મ બળે મિયાં છોટે મિયાં ને લઈને ચર્ચામા છે આ ફિલ્મ માં તે અક્ષય કુમાર સાથે જોવા મળશે. ટાઇગર મુંબઈ માં વૈભવી જીવન જીવે છે. અભિનેતા નું મુંબઈ માં આલીશાન ઘર છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ ટાઇગર શ્રોફ એ મહારાષ્ટ્ર ના પુના માં એક આલીશાન ઘર ખરીદ્યુ છે જેની કિંમત કરોડોમાં છે.
આ સમાચાર પણ વાંચો : Dabangg 4: ચુલબુલ પાંડે બની ને આવી રહ્યો છે સલમાન ખાન! દબંગ 4 પર અરબાઝ ખાને આપ્યું મોટું અપડેટ
ટાઇગર શ્રોફ ના ઘર ની કિંમત
મીડિયા રિપોર્ટ મુજબ ટાઇગર શ્રોફ એ તાજેતરમાં જ પુના માં એક આલીશાન ઘર ખરીદ્યું છે. આશરે 4,248 ચોરસ ફૂટની આ મિલકત હડપસરમાં પ્રીમિયમ યુ પુણે પ્રોજેક્ટનો ભાગ છે. તે સ્થાનિક રિયલ એસ્ટેટ હેવીવેઇટ પંચશીલ રિયલ્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે.ટાઈગર શ્રોફ એ 5 માર્ચ 2024ના રોજ ઘરનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને તે પેટે તેને રૂ.52.5 લાખની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે.
Actor Tiger Shroff has purchased a Rs 7.5-crore home in Pune. This 4200-sqft property is part of the premium Yoo Pune project in Hadapsar. It is developed Panchshil Realty.
He leased out the said property immediately, providing him with a rental income of Rs 3.5 lakh per month.… pic.twitter.com/9kMnCFBGMq
— Pune City Life (@PuneCityLife) March 18, 2024
ટાઇગર શ્રોફે ખરીદેલા ઘરની કિંમત 7.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ મિલકત બેવરેજ બિઝનેસ કંપની ચેરીસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડને લીઝ પર આપવામાં આવી છે.તેમજ ટાઇગર તેના ભાડૂતો પાસેથી દર મહિને લગભગ 3.5 લાખ રૂપિયાનું ભાડું વસૂલ કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)