News Continuous Bureau | Mumbai
Tiger vs Pathan: ટાઇગર 3 અને પઠાણ એ યશરાજ ની સ્પાય યુનિવર્સ ની ફિલ્મ છે.સલમાન ખાન અને શાહરુખ ખાન ની આ ફિલ્મો વર્ષ 2023 માં રિલીઝ થઇ હતી, આ બંને ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સાથે બંને સ્ટાર્સ એ એકબીજા ની ફિલ્મ માં કેમિયો પણ કર્યો હતો.હવે મેકર્સે પઠાણ 2 ની સાથે સાથે ‘ટાઈગર Vs પઠાણ’ ની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફિલ્મના શૂટિંગની માહિતી સામે આવ્યા બાદ હવે તેની રિલીઝને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Poonam pandey: પૂનમ પાંડે એ નિધન ના ખોટા સમાચાર વાળી પોસ્ટ હટાવીને આપ્યું નવું અપડેટ, કોઈનું નામ જણાવ્યા વગર લોકો પર લગાવ્યો આ ગંભીર આરોપ
‘ટાઈગર Vs પઠાણ’ ની રિલીઝ ડેટ
મીડિયામાં પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે ‘ટાઈગર Vs પઠાણ’ વર્ષ 2026 માં ફ્લોર પર જશે. હવે ‘ટાઈગર Vs પઠાણ’ ‘ની રિલીઝને લઈને એક અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થશે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, “ટાઈગર vs પઠાણ એક એવી ફિલ્મ છે જેમાં ઘણો સમય અને ઘણી તૈયારીની જરૂર છે. શાહરૂખ અને સલમાન જેવા મોટા કલાકારો સાથે 100 દિવસમાં આટલી મોટી એક્શન ફિલ્મ બનાવવી સરળ નથી. તેથી શૂટિંગ શરૂ કરતા પહેલા, નિર્માતાઓ YfX ટીમ ને મળ્યા હતા.. અમે સાથે મળીને ‘ટાઈગર vs પઠાણ’નું પ્રી-વિઝ્યુલાઇઝેશન કરીશું, VFXની મદદથી ફિલ્મના દ્રશ્યો બનાવીશું અને પછી વર્ષ 2026 માં સલમાન-શાહરુખ સાથે વાસ્તવિક શૂટ શરૂ કરીશું.” જોકે, હજુ સુધી મેકર્સ દ્વારા ફિલ્મ સંબંધિત કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.