ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી લોકોનાં દિલ પર રાજ કરે છે. આ શો એટલો લોકપ્રિય છે કે તેનાં તમામ પાત્રો લોકોને વાસ્તવિક લાગવા લાગ્યાં છે. માત્ર જેઠાલાલ જ નહીં, પણ તેમના ચાહકો પણ TMKOCની 'બબિતાજી' પાછળ પાગલ છે. તે શોના ટપ્પુ એટલે કે રાજ અનાદકટ સાથે ડેટિંગના સમાચારો વિશે ચર્ચામાં છે. શું તમે જાણો છો કે આજે ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીએ એક સમયે ખૂબ ઓછા પૈસામાં કામ કરવા માટે સંમતિ આપી હતી. આજે અમે તમને જણાવીશું કે 'બબિતાજી' એટલે કે મુનમુન દત્તાની પ્રથમ કમાણી કેટલી હતી.
મુનમુન દત્તા પોતાની સુંદરતા, સ્ટાઇલ અને અભિનય માટે જાણીતી છે. તેનો ગ્લૅમરસ અવતાર હંમેશાં સોશિયલ મીડિયા પર વાયરલ રહે છે, પરંતુ આજના સ્ટાર પણ એક સમયે માત્ર 125 રૂપિયામાં કામ કરતા હતા. હા! એક મુલાકાતમાં મુનમુન દત્તાએ કહ્યું હતું કે જ્યારે તે 6 વર્ષની હતી ત્યારે તેણે અભિનય કર્યો હતો. પછી તેને 125 રૂપિયાનો પહેલો પગાર મળ્યો. તમને જણાવી દઈએ કે મુનમુન દત્તાએ વર્ષ 2005માં ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો.
આજની તારીખમાં મુનમુન દત્તા ટીવીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. તે હવે એક એપિસોડ માટે 35થી 50 હજાર રૂપિયા લે છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ મુનમુન દત્તાની કુલ સંપત્તિ 14 કરોડ છે અને તે ખૂબ જ શાહી જીવન જીવે છે.