News Continuous Bureau | Mumbai
ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં બાપુજીની ભૂમિકા ભજવનાર અભિનેતા અમિત ભટ્ટે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેના પર એક સોશિયલ મીડિયા યુઝરે ખૂબ જ વિચિત્ર સવાલ પૂછ્યો હતો. વીડિયોમાં અમિત ભટ્ટ એક ફની ડાયલોગ લિપ-સિંક કરતા જોવા મળે છે. અમિત ભટ્ટના આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં તેની પત્ની ક્રુતિ ભટ્ટ પણ જોઈ શકાય છે
View this post on Instagram
અમિત ભટ્ટે શેર કર્યો વિડીયો
અમિત ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે તેની પત્ની કૃતિ ભટ્ટ સાથે હિન્દી ડાયલોગ બોલતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે કહેતા હતા કે, “40 પછી મહિલા બુદ્ધિશાળી બને છે પરંતુ મુદ્દો એ છે કે તે પોતાની જાત ને 40 ની મને તો ને?” આ વીડિયોના કેપ્શનમાં એક યુઝરે અમિતને પૂછ્યું હતું કે શું તમે ગુટખા ખાઓ છો? તેના જવાબમાં અભિનેતાએ કહ્યું- ‘હા’. અભિનેતાનો આ જવાબ વાયરલ થયો હતો. તે જ સમયે, એક યુઝરે લખ્યું કે તે બધા આટલી બધી નકારાત્મક ટિપ્પણીઓ કેમ કરી રહ્યા છે? તેના જવાબમાં અમિત ભટ્ટે લખ્યું- કઈ કામ નથી ફ્રી છે.
આ સમાચાર પણ વાંચો : Ahmedabad : આંતરરાષ્ટ્રીય મેન્ગ્રૂવ ઇકોસિસ્ટમ સંરક્ષણ દિવસ – અમદાવાદ જિલ્લો

‘શું તમે ગુટખા ખાઓ છો’? યુઝરના સવાલનો ‘ચંપક ચાચા’ એ આપ્યો એવો જવાબ કે દંગ રહી ગયા ફેન્સ

‘શું તમે ગુટખા ખાઓ છો’? યુઝરના સવાલનો ‘ચંપક ચાચા’ એ આપ્યો એવો જવાબ કે દંગ રહી ગયા ફેન્સ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ ના પિતા ની ભુકા ભજવે છે અમિત ભટ્ટ
દિલીપ જોશી એટલે કે જેઠાલાલ ની જેમ અમિત ભટ્ટ પણ શરૂઆતથી જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ રહ્યા છે. આ શો માં અમિત ભટ્ટ જેઠાલાલ ના પિતા એટલે કે ચંપક ચાચા ની ભૂમિકા ભજવી રહ્યા છે.આ શો 2008 થી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો શોનો ભાગ બની રહ્યા છે, ત્યાં ઘણા કલાકારો છે જેમણે શો છોડી દીધો છે. આ યાદીમાં શૈલેષ લોઢા, જેનિફર મિસ્ત્રી, રાજ અનડકટ અને પ્રિયા આહુજા રાજદાનો સમાવેશ થાય છે.