News Continuous Bureau | Mumbai
નાના પડદા પરની સૌથી લોકપ્રિય સિરિયલોમાંની એક છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.'(TMKOC) આ સિરિયલના જેઠાલાલ, બબીતા, ટપ્પુ, ચંપકલાલ, દયાબેન, પોપટલાલ અને અન્ય તમામ પાત્રોએ દર્શકોના દિલમાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું છે. આ શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન(entertainment) કરી રહ્યો છે. હવે સિરિયલમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોષીનું રાજ્યપાલ(Rajyapal) દ્વારા રાજભવનમાં સન્માન કર્યું હતું.
દિલીપ જોષીએ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેનો જન્મ મુંબઈમાં(Mumbai) થયો છે અને તેને ગર્વ છે કે તેનો જન્મ મહારાષ્ટ્રમાં(Maharashtra) થયો છે. દિલીપ જોશીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આજે હું 57 વર્ષનો થયો છું પરંતુ આટલા વર્ષો પછી પહેલીવાર રાજભવન(Raj Bhavan) આવવાનો મોકો મળ્યો. આ પ્રસંગે પૂર્વ રાજ્ય મંત્રી રાજપુરોહિત, ગુજરાતી કલ્ચરલ ફોરમના સ્થાપક ગોપાલ પારેખ, પ્રમુખ વિજય પારેખ, સેક્રેટરી જયેશ પારેખ, જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ મહેતા વગેરે મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન- ભાઈ સાથે ઝૂલો ઝૂલતી આ છોકરી આજે છે બોલિવૂડની ટોચની અભિનેત્રી-જાણો કોણ છે તે એક્ટ્રેસ
થોડા દિવસો પહેલા સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 14 વર્ષ પૂરા(TMKOC complete 14 years) કર્યા તે પ્રસંગે, સિરિયલ ના સેટ પર જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. સિરિયલ ના તમામ કલાકારો, ક્રૂ સભ્યો, નિર્માતાઓએ કેક કાપીને ઉજવણી(celebrate) કરી હતી.હાલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં પોપટલાલ ના ઘરેણાં ચોરી(jewellery track) નો ટ્રેક ચાલી રહ્યો છે. પોપટલાલના જે ખોવાયેલા દાગીનાની શોધખોળ ચાલતી હતી, તે જેઠાલાલનાં ઘરમાંથી મળ્યા, અને હવે ખબર નહીં કે ઈન્સ્પેક્ટર ચાલુ પાંડે શું કરશે.તેના માટે તો તમારે શો જોવો પડશે.