News Continuous Bureau | Mumbai
Shailesh lodha on the kapil sharma show :તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મહેતા સાહેબ નું પાત્ર ભજવી ને ઘર ઘર માં ફેમસ થયેલા અભિનેતા શૈલેષ લોઢા ઇન્ડસ્ટ્રીના જાણીતા અને પ્રતિભાશાળી સ્ટાર્સમાંના એક છે. શૈલેષ એક્ટર હોવા ઉપરાંત પ્રખ્યાત કવિ પણ છે. આ ઉપરાંત શૈલેષ લોઢા તેમના સ્પષ્ટ નિવેદન માટે પણ જાણીતો છે. તે કોઈપણ ડર અને ખચકાટ વિના ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. આ દિવસોમાં શૈલેષ કપિલ શર્માને લઈને ચર્ચામાં છે. ગયા વર્ષે, અભિનેતા ધ કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો. આ પછી લોકોએ શૈલેષને જોરદાર ટ્રોલ કર્યો. હવે શૈલેષે આ તમામ બાબતો પર ખુલાસો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: TMKOC new entry: મહેતા સાહેબ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ પાત્ર ની થઇ એન્ટ્રી, જાણો કઈ અભિનેત્રી એ લીધું કોનું સ્થાન
શેલેષ લોઢા એ કપિલ શર્મા ને લઇ ને કર્યો ખુલાસો
શૈલેષ લોઢા જણાવ્યું છે કે ‘ધ કપિલ શર્મા શો’ નાપસંદ કરવા પાછળનું કારણ શું છે. મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં શૈલેષે કહ્યું કે ‘તેણે 2012માં કપિલ શર્મા સાથે કામ કર્યું હતું. બંનેએ સિંગાપોરમાં એક શોમાં સાથે પરફોર્મ કર્યું હતું. આ સિવાય તેણે કપિલ સાથે શો ‘કોમેડી નાઈટ્સ’માં પણ કામ કર્યું છે. શૈલેશે કહ્યું કે તેને કપિલના શોમાં ‘બુઆ અને દાદી’ના ગેસ્ટ સાથે ફ્લર્ટિંગ એક્ટ પસંદ નથી. શૈલેષનું કહેવું છે કે આ બંને સંબંધોનું અપમાન છે અને ભારતીય સભ્યતા અનુસાર ખૂબ જ ખોટું છે.અને હું હજુ પણ આના પર કાયમ છું. હું આ પ્રકાર ની કોમેડી થી સંમત અને કમ્ફર્ટેબલ નથી. પરંતુ લોકોએ મારી વાતને અલગ રીતે લીધી.’ શૈલેષ લોઢા એ વધુ માં જણાવ્યું કે ‘કપિલ એક સારો કલાકાર હોવા ઉપરાંત મારો ખાસ મિત્ર છે.’