News Continuous Bureau | Mumbai
TMKOC Disha vakani: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ની આખી સ્ટારકાસ્ટ ને લોકો પસંદ કરે છે. આ શો માં દયા ભાભી અને જેઠાલાલ નું પાત્ર ખુબ લોકપ્રિય છે. ભલે દિશા વર્ષોથી આ શોમાં જોવા મળી નથી, પરંતુ તેના ચાહકો હજુ પણ શોમાં તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે. ખાસ કરી ને નવરાત્રિના અવસર પર, ચાહકો દયા ભાભી અને તેમની ગરબા સ્ટાઇલ ને લોકો આજે પણ યાદ કરે છે. આ અભિનેત્રી વર્ષોથી પડદા પરથી ગાયબ છે અને કોઈપણ જાહેર કાર્યક્રમમાં જોવા મળતી નથી, પરંતુ લાંબા સમય બાદ તેણે ગરબા પંડાલમાં ભાગ લીધો છે.
દિશા વાકાણી પરિવાર સાથે ગરબા પંડાલ માં પહોંચી
હાલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિશા વાકાણી તેના પરિવાર સાથે ગરબા પંડાલ માં પ્રવેશ કરતી જોવા મળે છે. સામે આવેલા વીડિયોમાં દયા ભાભી એ સિમ્પલ ક્રીમ અને પિંક કલર ના ચણિયા-ચોલી પહેર્યા છે. તેની સાથે તેનો પતિ અને બાળકો ને પણ જોઈ શકાય છે. વર્ષો પછી પણ અભિનેત્રી પહેલા જેવી જ સુંદર દેખાઈ રહી છે. અભિનેત્રીનો આ વીડિયો જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે અને તેઓ ફરી એકવાર દિશા વાકાણીની વાપસીની વાત કરી રહ્યા છે.
ગરબા પંડાલ માં પરિવાર સાથે પૂજા કરતી જોવા મળી દિશા વાકાણી
આ સિવાય એક અન્ય વીડિયો સામે આવ્યો છે. જ્યાં દિશા ગરબા પંડાલની અંદર ઉભી છે. અને પૂજા કરી રહી છે આ વીડિયોમાં પણ અભિનેત્રીની મોટી પુત્રી અને તેનો પતિ સાથે જોવા મળે છે. દિશા વાકાણી તેની પુત્રીની સંભાળ લેતી અને તેના પતિ સાથે વાત કરતી જોવા મળી રહી છે.ત્યાં હાજર ફેન્સ દયા ભાભી સાથે ફોટો પડાવવા માટે એકદમ બેચેન જોવા મળે છે.
દિશા વાકાણી ના ફેન્સ આજે પણ તેની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં તેની વાપસી ની રાહ જોઈ રહ્યા છે. હવે એ તો અભિનેત્રી ઉપર છે કે તે શો માં વાપસી કરશે કે નહીં.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ આ ફિલ્મ સાથે ધમાકેદાર વાપસી કરી રહ્યો છે આમિર ખાન, ‘તારે જમીન પર’ સાથે છે કનેક્શન
