ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર
સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોના ઘણા એવા પાત્રો છે જેમણે શો છોડી દીધો છે પરંતુ ચાહકો હજુ પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આમાંથી એક છે દયાબેન એટલે કે દિશા વાકાણી. લોકો જાણવા માંગે છે કે શો છોડ્યા બાદ અભિનેત્રી શું કરી રહી છે. હવે તેની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે.
'ગરબા ક્વીન' દયાબેન એટલે કે દિશા વાકાણી મેકઅપ વગર ના લુકમાં જોવા મળી રહી છે. તે પોતાની દીકરીને ખોળામાં લઈને જોવા મળે છે. આ તસવીર તેના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવી છે જેમાં તે એકદમ અલગ દેખાઈ રહી છે. જોકે તેના ચહેરા પર ખુશી છે. લોકો આ તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં ક્યારે પરત ફરી રહી છે.
મીડિયા હાઉસ ના એક અહેવાલ મુજબ, દયાબેનને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્માતાઓ પાસેથી લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળતા હતા. રિપોર્ટ અનુસાર, 2017માં તે દર મહિને 20 લાખ રૂપિયા કમાતી હતી. દિશા વાકાણીની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય તેની પાસે BMW કાર પણ છે.
દિવાળી પર 'જેઠાલાલે' ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણી ને ચોંકી જશો; જાણો વિગત
તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ ડ્રામેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે 2015 માં મયુર પડિયા સાથે લગ્ન કર્યા અને નવેમ્બર 2017 માં તેની પુત્રી સ્તુતિને જન્મ આપ્યો, ત્યારબાદ તેણે શો છોડી દીધો. ત્યારથી દર્શકો તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે.