Site icon

તારક મહેતાની ‘દયાબેન’ હવે એટલી બદલાઈ ગઈ છે, લેટેસ્ટ તસવીર માં ઓળખવી મુશ્કેલ છે; જુઓ ફોટો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર

સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોના ઘણા એવા પાત્રો છે જેમણે શો છોડી દીધો છે પરંતુ ચાહકો હજુ પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આમાંથી એક છે દયાબેન એટલે કે દિશા વાકાણી. લોકો જાણવા માંગે છે કે શો છોડ્યા બાદ અભિનેત્રી શું કરી રહી છે. હવે તેની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેને ઓળખવી મુશ્કેલ થઈ રહી છે.

'ગરબા ક્વીન' દયાબેન એટલે કે દિશા વાકાણી મેકઅપ વગર ના લુકમાં જોવા મળી રહી છે. તે પોતાની દીકરીને ખોળામાં લઈને જોવા મળે છે. આ તસવીર તેના ફેન પેજ દ્વારા શેર કરવામાં  આવી છે જેમાં તે એકદમ અલગ દેખાઈ રહી છે. જોકે તેના ચહેરા પર ખુશી છે. લોકો આ તસવીર પર કમેન્ટ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ક્યારે પરત ફરી રહી છે.

મીડિયા હાઉસ ના એક અહેવાલ મુજબ, દયાબેનને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ પાસેથી લગભગ 1 થી 1.5 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ મળતા હતા. રિપોર્ટ અનુસાર, 2017માં તે દર મહિને 20 લાખ રૂપિયા કમાતી હતી. દિશા વાકાણીની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ સિવાય તેની પાસે BMW કાર પણ છે.

દિવાળી પર 'જેઠાલાલે' ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણી ને ચોંકી જશો; જાણો વિગત

તમને જણાવી દઈએ કે દિશા વાકાણીએ ડ્રામેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે 2015 માં મયુર પડિયા સાથે લગ્ન કર્યા અને નવેમ્બર 2017 માં તેની પુત્રી સ્તુતિને જન્મ આપ્યો, ત્યારબાદ તેણે શો છોડી દીધો. ત્યારથી દર્શકો તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે.

Sushmita Sen birthday: સિલ્વર સ્ક્રીન થી દૂર હોવા છતાં શાનદાર જીવનશૈલી જીવી રહી છે સુષ્મિતા સેન, જાણો કેટલી અમીર છે 50 વર્ષની મિસ યુનિવર્સ
Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
Shahrukh and Salman: સલમાન ખાન ના ગીત પર શાહરુખ ખાને લગાવ્યા ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો
SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Exit mobile version