News Continuous Bureau | Mumbai
ટેલિવિઝન ની ફેમસ સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) ફેમ દિશા વાકાણી (Disha vakani)ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ પ્રોડ્યૂસર અસિત મોદીએ(Asit Modi)કહ્યું હતું કે 2022માં દર્શકોને દયાભાભીનું પાત્ર અચૂક જોવા મળશે. જોકે, શોમાં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે તેમણે કંઈ જ કહ્યું નહોતું. વાસ્તવમાં, શોમાં વાપસી માટે હેડલાઇન્સ બનાવનારી ટીવી અભિનેત્રી માતા (Disha vakani second time mother) બની છે. થોડા સમય પહેલા જ એક પુત્રી ની માતા બનેલી દિશા વાકાણી ના ઘરમાં ફરી એકવાર કિલકારી ગુંજી ઉઠી છે. અભિનેત્રી દિશાએ તાજેતરમાં જ બીજા બાળકને જન્મ આપ્યો છે. દિશાના પતિ મયુર અને ભાઈ મયુર વાકાણીએ પોતે આ અંગે માહિતી આપી હતી.
ફરી એકવાર મામા બનેલા અભિનેતા મયુર વાકાણીએ (Mayur Vakani)પણ આ અંગે મીડિયા સાથે વાત કરી હતી. આ સારા સમાચાર સામે આવ્યા બાદ ફેન્સ અભિનેત્રી દિશા અને તેના ભાઈ મયુરને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. આ અંગે એક વેબસાઈટ સાથે વાત કરતા મયુર વાકાણીએ કહ્યું કે હું ફરીથી મામા બનીને ખૂબ જ ખુશ છું. અગાઉ વર્ષ 2017માં દિશા એક પુત્રીની માતા બની હતી. જે બાદ હવે વર્ષ 2022માં તે ફરી એકવાર માતા બની છે. જણાવી દઈએ કે મયુર વાકાણી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 9TMKOC Sundarlal) સુંદર લાલના પાત્રમાં જોવા મળે છે.અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં અભિનેત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. આ તસવીરમાં દિશા તેના પતિ મયુર સાથે ફેમિલી ફંક્શનમાં (family function)જોવા મળી હતી. આ તસવીરમાં દિશા વાકાણી બેબી બમ્પ (Disha vakani baby bump) સાથે જોવા મળી હતી, જે બાદ તે ઝડપથી વાયરલ થઈ હતી. એક્ટ્રેસના બેબી બમ્પને જોયા બાદ તેની પ્રેગ્નન્સીના સમાચાર તેજ થઈ ગયા હતા. આવી સ્થિતિમાં હવે પુત્રના જન્મ બાદ આ સમાચાર સાચા બન્યા છે.
આ સમાચાર પણ વાંચો: તારક મેહતા ના ચાહકો માટે સારા સમાચાર: પાંચ વર્ષ બાદ શો ના આ મહત્વ ના પાત્ર ની થઇ રહી છે વાપસી, નિર્માતાએ કર્યું કન્ફર્મ
દિશા વાકાણીએ મુંબઈના (Mumbai)CA મયુર પડિયા સાથે 2015માં લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બરમાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો.અભિનેત્રી દિશા વકાશી 2017થી મેટરનિટી બ્રેક(maternity break) પર છે. તેના પહેલા બાળકના જન્મથી જ અભિનેત્રી તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. બ્રેક બાદ દિશા શોમાં પાછી ફરી નથી. આવી સ્થિતિમાં હવે બીજા બાળકના જન્મ બાદ તેની શોમાં વાપસીની શક્યતા ઓછી દેખાઈ રહી છે.