News Continuous Bureau | Mumbai
Jennifer Mistry: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી એ અસિત મોદી પર યૌન શોષણ નો આરોપ લગાવ્યા બાદ થી ચર્ચા માં છે. અભિનેત્રી શોના નિર્માતા અસિત કુમાર મોદી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે સતત નવા ખુલાસા કરી રહી છે. હાલમાં જ જેનિફર મિસ્ત્રી એ સોશિયલ મીડિયા પર તેને જજ કરનારા અને તેને ખરી ખોટી સંભળાવી રહેલા લોકો ને જડબાતોડ જવાબ આપ્યો છે. .
તારક મહેતા ની અભિનેત્રી જેનિફર મિસ્ત્રી એ આપ્યો જવાબ
જેનિફરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ સમગ્ર વિવાદ બાદ તેને જજ કરી રહેલા લોકોને જવાબ આપ્યો છે. વીડિયોમાં જેનિફર નફરત કરનારાઓને જડબાતોડ જવાબ આપે છે અને કહે છે, ‘જો તમારે આટલું જજ કરવું હોય તો જજની ખુરશી પર બેસો’.તમને જાણવી દઈએ કે જ્યારથી જેનિફરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર કામ કરવાની અને અસિત કુમાર મોદી વિશે ખુલાસો કર્યા પછી, ઘણા લોકોએ તેને ટેકો આપ્યો, જો કે, ત્યારથી ઘણા લોકો તેને જજ પણ કરી રહ્યા છે. હવે જેનિફરે તે બધા લોકોને યોગ્ય જવાબ આપ્યો છે જેઓ તેને જજ કરી રહ્યા હતા.
જેનિફર પહેલા આ લોકો છોડી ચુક્યા છે તારક મહેતા શો
તમને જણાવી દઈએ કે હાલમાંજ જેનિફરે તારક મહેતા શો ને અલવિદા કહ્યું હતું. આ અગાઉ પણ શૈલેષ લોઢા, ભવ્ય ગાંધી, રાજ અનડકટ, નેહા મહેતા, અને દિશા વાકાણી એ આ શો ને અલવિદા કહી દીધું છે.
આ સમાચાર પણ વાંચો: Imli: સ્ટાર પ્લસ ની આ સિરિયલ ના સેટ પર બની દુર્ઘટના, કરંટ લાગવાથી થયું લાઇટમેન નું મૃત્યુ,પ્રોડક્શન હાઉસ અને ચેનલ વિરુદ્ધ કરવામાં આવી આ માંગ
