ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ફેબ્રુઆરી 2021
નાના પડદા પરના સૌથી સફળ શૉમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો વર્ષોર્થી ચાહકોનું મનોરંજન કરતું આવ્યું છે. શોમાં સૌથી પ્રખ્યાત દિલીપ જોશી, જેઠાલાલનું પાત્ર છે, જે ઘર-ઘર જાણીતુ છે. જેઠાલાલ પોતાના યુનિક શર્ટને કારણે હંમેશાં ચર્ચામાં રહે છે.
જેઠાલાલ દરેક એપિસોડમાં એક કરતા વધારે રંગના શર્ટ પહેરેલા જોવા મળે છે. તેમના શર્ટ કેટલા પ્રખ્યાત છે, તે હકીકત પરથી અંદાજ લગાવી શકાય છે કે એકવાર નિર્માતાઓએ તેમના શર્ટ પર જ પૂરો એપિસોડ બનાવી નાખ્યો હતો. પરંતુ શું તમે જાણો છો જેઠાલાલ માટે એક કરતા એક ચઢિયાતા શર્ટ કોણ બનાવે છે અને તેને બનાવવામાં કેટલો સમય લાગે છે?
છેલ્લા 13 વર્ષથી જેઠાલાલના શર્ટ મુંબઈના જીતુ ભાઈ લાખાણી બનાવે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે તે શોની શરૂઆતથી જ જેઠાલાલના શર્ટ હું બનાવું છું. તેમણે ઉમેર્યું કે જ્યારે પણ શોમાં કોઈ નવો સેગમેન્ટ આવે ત્યારે તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવી પડે છે. ખાસ શર્ટ ડિઝાઇન કરવામાં 3 કલાક લાગે છે અને પછી તેને બનાવવામાં 2 કલાક લાગે છે. એટલે કે એક સ્પેશિયલ શર્ટ તૈયાર કરવામાં 5 કલાક જેટલો સમય લાગે છે. તેઓ શર્ટ બનાવવા માટે અભિનેતા અને નિર્માતા અસિત મોદી તરફથી મળેલી પ્રશંસાથી વધુ સારું કામ કરવા માટે પ્રેરાય છે. આટલું જ નહીં છેલ્લા 13 વર્ષમાં જેઠાલાલે એકવાર પણ પોતાના શર્ટ રિપીટ કર્યો નથી. દરેક એપિસોડમાં નવું યુનિક ડિઝાઈનર શર્ટ પહેરે છે.