ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ડિસેમ્બર 2021
શનિવાર
સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 13 વર્ષથી લોકોને હસાવી રહી છે. જો કે ઘણા સ્ટાર્સે આ શો છોડી દીધો છે, પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. આ યાદીમાં વધુ એક નામ જોડાઈ શકે છે અને તે નામ છે રાજ અનડકટ, જે ટપ્પુની ભૂમિકા ભજવે છે.’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં રાજ અનડકટ જેઠાલાલના પુત્ર ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો છે. એક ન્યુઝ પોર્ટલ ના સમાચાર મુજબ, રાજ અનડકટ શોને અલવિદા કહી શકે છે. શોની નજીકના એક સૂત્રએ કહ્યું, “રાજ સાથેની સફર સુંદર રહી. એવું ઘણી વખત બન્યું છે કે ટીમે તેમની સાથે તાલમેલ સાધવાનો પ્રયાસ કર્યો છે પરંતુ હવે વસ્તુઓ કામ કરી રહી નથી.
આ સૂત્રએ વધુમાં કહ્યું કે, ન તો તે લાંબા સમય સુધી રહેવા માટે તૈયાર છે અને ન તો કાસ્ટ અને ક્રૂ તેને રહેવા માટે કહે છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે રાજ અનડકટે રાજીનામું આપી દીધું છે કે તેના વિશે હજુ પણ વાતચીત ચાલી રહી છે. આ વિશે અભિનેતા તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.તેમજ, આ મામલે શોના નિર્માતા અસિત કુમાર મોદીને પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે, ‘મને આ વિશે કાંઈ ખબર નથી’ જણાવી દઈએ કે પહેલા ભવ્ય ગાંધી આ શોમાં ટપ્પુનો રોલ નિભાવતો હતો . ભવ્ય એ વર્ષ 2017માં શો ને અલવિદા કહી દીધું હતું, ત્યારબાદ રાજ શોમાં આવ્યો હતો.
હેપ્પી બર્થડે ધર્મન્દ્ર. અભિનેતાએ પોતાનો ૮૬મો જન્મદિવસ મનાવ્યો. જાણો અહીં તેમને કારકિર્દી
નોંધનીય છે કે થોડા મહિના પહેલા દિલીપ જોશી અને રાજ અનડકટ વચ્ચે અણબનાવના સમાચાર આવ્યા હતા. જે બાદ રાજે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'હું આવી અફવાઓ પર ધ્યાન નથી આપતો. અમારી વચ્ચે બધું બરાબર છે.