Site icon

Dilip joshi TMKOC: શું હવે તારક મહેતા માં નહીં જોવા મળે જેઠાલાલ?દિલીપ જોશીએ વિડીયો શેર કરી આપી માહિતી

Dilip joshi TMKOC:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહી છે. શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે હવે શો ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ આ શોમાંથી થોડો સમય બ્રેક લેવાના છે.

TMKOC jethalal aka dilip joshi reveals that he takes short break from show

TMKOC jethalal aka dilip joshi reveals that he takes short break from show

News Continuous Bureau | Mumbai

 Dilip joshi TMKOC:લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘જેઠાલાલ’નું પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશી એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. શો માં લોકો ને જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવે છે.  હાલમાં જ દિલીપ જોશીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ આ શોમાંથી થોડો સમય બ્રેક લેવાના છે.

Join Our WhatsApp Community

 

દિલીપ જોશી નો વિડીયો થયો વાયરલ 

તાજેતર માં દિલીપ જોશી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીએ તેના પરિવાર સાથે તાન્ઝાનિયાની ધાર્મિક યાત્રા પર જવા માટે શોમાંથી થોડો બ્રેક લીધો છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હોવા છતાં દિલીપે પોતાની પોસ્ટમાં પોતાની ધાર્મિક યાત્રાઓનો ઉલ્લેખ કર્યો છે. દિલીપ જોશી સોશિયલ મીડિયાના એટલા શોખીન નથી, તેમછતાં દિલીપની છેલ્લી પોસ્ટમાં ફરીથી તેમની ધાર્મિક યાત્રાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દિલીપે એ પણ જણાવ્યું કે તે ધાર્મિક પ્રસંગ દરમિયાન અબુ ધાબી પણ જશે.

દિલીપ જોશી નહીં થાય ગણેશોત્સવ માં સામેલ  

જેઠાલાલે ખુલાસો કર્યો કે તેઓ આ વખતે ગોકુલધામ સોસાયટી ના ગણેશોત્સવનો ભાગ બની શકશે નહીં. બાપ્પાનું સ્વાગત અને પ્રથમ આરતી કર્યા બાદ તેઓ ઈન્દોર જવા રવાના થશે. આ દ્રશ્ય એ સંકેત છે કે જેઠાલાલ થોડા દિવસો માટે શોમાંથી બહાર નીકળી રહ્યા છે કારણ કે તેઓ શૂટિંગમાંથી બ્રેક લઈ રહ્યા છે.

આ  સમાચાર પણ વાંચો : Lata Mangeshkar: લતા મંગેશકર ની અધૂરી રહી ગઈ પ્રેમ કહાની, સ્વર કોકિલા ને આપવામાં આવ્યું હતું ધીમું ઝેર, જાણો સુર સામગ્રી વિશે ના સાંભળેલી વાતો

 

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version