Site icon

TMKOC Jethalal: જેઠાલાલ ના રીયલ લાઈફ પુત્ર ના લગ્ન માં પહોંચી તેની રીલ લાઈફ પત્ની,તારક મહેતા ની સ્ટારકાસ્ટ સાથે ની તસવીર થઇ વાયરલ

TMKOC Jethalal: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના ઘરે ગ્રેડ સેલિબ્રેશન હતું. દિલીપ જોશી ની પુત્રી બાદ હવે તેના પુત્ર ના લગ્ન પણ ધામધૂમ થી યોજાયા હતા. આ લગ્ન માં તારક મહેતા ની સ્ટારકાસ્ટ જોવા મળી હતી પરંતુ એક વ્યક્તિ એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું તે વ્યક્તિ હતી દયાભાભી એટલેકે દિશા વાકાણી.

tmkoc jethalal aka dilip joshi son got married daya bhabhi aka disha vakani attend wedding-function

tmkoc jethalal aka dilip joshi son got married daya bhabhi aka disha vakani attend wedding-function

News Continuous Bureau | Mumbai

 TMKOC Jethalal: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં જેઠાલાલ નું પાત્ર દર્શકો નું પ્રિય પાત્ર છે લોકો ને જેઠાલાલ અને દયાભાભી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. એક તરફ જેઠાલાલ નું પાત્ર ભજવી રહેલા દિલીપ જોશી છેલ્લા 15 વર્ષ થી આ શો સાથે જોડાયેલા છે તો બીજી તરફ દયાભાભી નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી તેની ડિલિવરી પછી શો માં પરત નથી ફરી લોકો શો માં દયાભાભી ને મીસ કરી રહ્યા છે આ બધાની વચ્ચે દયાભાભી એટલેકે દિશા વાકાણી તેના ઓનસ્ક્રીન પતિ એટલેકે દિલીપ જોશી ના પુત્ર ના લગ્ન માં હાજરી આપવા પહોંચી હતી જેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

Join Our WhatsApp Community

 

દિશા વાકાણી એ આપી દિલીપ જોશી ના પુત્ર ના લગ્ન માં હાજરી

સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં જોઈ શકાય છે કે, તારક મહેતા ની સ્ટાર કાસ્ટ એકસાથે જોવા મળી રહી છે. દયાબેન એટલે કે દિશા વાકાણી પણ આ તસવીરમાં જોવા મળે છે. દિશા સાથે તેની પુત્રી પણ જોવા મળી રહી છે. આ તસવીરમાં દિશાની સાથે મિસ્ટર ભીડે એટલકે અભિનેતા મંદાર ની પત્ની, પલક સિધવાણી, નીતિશ ભલુની, અંબિકા રંજનકર, સુનૈના ફોજદાર અને અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. 


 

આ ઉપરાંત જેઠાલાલ એટલેકે દિલીપ જોશી ના પુત્ર નો લગ્ન નો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે.


 

તમને જણાવી દઈએ કે, દિલીપ જોશીના પુત્ર રિત્વિકના લગ્ન ભવ્ય રીતે થયા હતા. આ ફંક્શનમાં લોકો આઈવરી કલર ના પોશાક માં જોવા મળ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં સારા અલી ખાન અને તૃપ્તિ ડીમરી બાદ હવે આ અભિનેત્રી ના નામ ની ચાલી રહી છે ચર્ચા, જાણો તે એક્ટ્રેસ વિશે

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version