News Continuous Bureau | Mumbai
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને 15 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તે ટીવી પર સૌથી લાંબી ચાલતી સિટકોમ્સમાંની એક છે. વર્ષોથી તારક મહેતાના દર્શકો અમુક સીન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમ કે દયાબેન નું પરત ફરવું અને ટપ્પુ-સોનુ વચ્ચેના પ્રેમની અભિવ્યક્તિ. આમ તો દયાબેન ક્યારે પાછા આવશે તે અંગે કંઈ ખબર નથી પણ ટપ્પુ અને સોનુ વચ્ચે રોમાન્સ શરૂ થઈ ગયો છે.ગોકુલધામ સોસાયટી ના એકમાત્ર સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડેનું દુઃસ્વપ્ન સાચું પડતું જણાય છે. તેની એકમાત્ર પુત્રી સોનુ તેના બાળપણના મિત્ર ટપ્પુના પ્રેમમાં પડી ગઈ છે. ભિડે સોનુને ટપ્પુથી દૂર રાખવાની ઘણી કોશિશ કરે છે પરંતુ તેની બધી મહેનત વ્યર્થ જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.
View this post on Instagram
ટપ્પુ એ કર્યું સોનુ ને પ્રપોઝ
તારક મહેતાના ઓફિશિયલ પેજ પર સિરિયલના આગામી એપિસોડનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટપ્પુ તેની મનપસંદ સોનુને લાલ ગુલાબ આપીને તેના દિલની વાત કરતો જોવા મળે છે. સોનુ જવાબ આપે તે પહેલા આત્મારામ ત્યાં આવે છે અને ટપ્પુના હાથમાંથી ગુલાબ છીનવી લે છે. આત્મારામનો ગુસ્સો અહીં સમાપ્ત થતો નથી, આ પછી તે ફરિયાદ લઈને સીધો જેઠાલાલ અને બાપુજી પાસે પહોંચે છે.આત્મારામની વાત સાંભળીને બાપુજી અને જેઠાલાલ ચોંકી જાય છે. તે ગુસ્સે થઈ જાય છે અને ટપ્પુને કહે છે કે તું અમારી સામે સોનુને ગુલાબ આપ. તેમની વચ્ચે ઘણી તુ-તુ મે-મેં ચાલે છે. જોકે, સોશિયલ મીડિયા યુઝર્સને લાગે છે કે દર વખતની જેમ આ વખતે પણ ભીડે સપનું જોતો હશે. તો કેટલાકનું કહેવું છે કે શોની ઘટી રહેલી ટીઆરપીને જોતા મેકર્સે તેને ફરી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે.