News Continuous Bureau | Mumbai
TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને વિવાદો સાથે પણ ઊંડો સંબંધ છે. તાજેતર માં સિરિયલ માં સોનુ ની ભૂમિકા ભજવતી અભિનેત્રી પલક સિધવાની એ શો છોડી દીધો છે. આ પછી મેકર્સ નવી ‘સોનુ’ની શોધમાં વ્યસ્ત હતા. હવે મેકર્સ ને નવી સોનુ મળી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માટે દિશા વાકાણી ને આપવામાં આવી અધધ આટલી બધી ફી ની ઓફર! શો ના ઈતિહાસમાં પહેલીવાર થઇ આવી ઓફર
તારક મહેતા માં સોનુ ની ભૂમિકા ભજવશે ખુશી માલી
અસિત મોદી એ તેમના સોશિયલ મીડિયા પર ખુશી ની તસવીર પોસ્ટ કરતા લખ્યું, ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પરિવારમાં ખુશી માલીનું ‘સોનુ ભીડે’ તરીકે સ્વાગત છે. સોનુ ટપ્પુ સેનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેની હાજરી ચોક્કસપણે પ્રેક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવશે. ખુશી માલીને કાસ્ટ કરવાનો નિર્ણય સાવચેતીભર્યો હતો, અને અમને વિશ્વાસ છે કે તે સોનુની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવશે.અમે ખુશીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ અને તેને સંપૂર્ણ સમર્થન આપીશું. અમે આશા રાખીએ છીએ કે અમારા પ્રેક્ષકો તેને તે જ રીતે પસંદ કરશે જે રીતે તેઓ છેલ્લા 16 વર્ષથી શો અને તેના પાત્રોને પ્રેમ કરે છે.”
Join us in welcoming Khushi Mali as the new Sonu Bhide to the TMKOC family! Sonu is a vital part of the Tapu Sena, and her presence has always embodied intelligence, leadership, and warmth. Casting Khushi Mali was a careful decision, and we believe she perfectly captures these… pic.twitter.com/AFQZJ20i6t
— Asit Kumarr Modi (@AsitKumarrModi) October 4, 2024
તારક મહેતામાં સોનુ ના પાત્ર માં જોવા મળેલી અભિનેત્રી પલક સિધવાની એ શોના નિર્માતાઓ પર તેને માનસિક રીતે હેરાન કરવાનો અને બાકી રકમ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)