TMKOC: શું રોશન સિંહ સોઢી ને તેના મેહનત ના પૈસા નહોતા મળ્યા? ગુરુચરણ સિંહ ના બાકી નાણાં સંદર્ભે અસિત મોદી એ તોડ્યું મૌન, કર્યો મોટો ખુલાસો

TMKOC: તારક મહેતા માં સોઢી નું પાત્ર ભજવી ને લોકપ્રિય થનાર અભિનેતા ગુરુચરણ સિંહ ગાયબ છે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. હવે આ સંદર્ભે તારક મહેતા ના નિર્માતા અસિત મોદી એ મીડિયા સાથે વાત કરી છે.

by Zalak Parikh
TMKOC producer asit kumar modi has made a very big revelation about gurucharan singh

News Continuous Bureau | Mumbai

TMKOC: તારક મહેતા માં સોઢીનું પાત્ર ભજવનાર એક્ટર ગુરુચરણ સિંહ ગુમ થયા બાદથી જ ચર્ચામાં છે.ગુરુચરણ સિંહ ના પિતા એ દીકરા ના ગુમ થયા ની ફરિયાદ પણ નોંધાવી હતી. ગુરુચરણ સિંહ ગુમ થયા બાદ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. આ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીએ ગુરુચરણ સિંહ વિશે વાત કરી છે. આસિત મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે શું તેમણે ગુરુચરણ સિંહ ને તેમના બાકી ના નાણાં ચૂકવ્યા છે કે નહીં? 

આ સમાચાર પણ વાંચો: Ramayana: શું રામાયણ માં કૈકેયી ની ભૂમિકા માં નહીં જોવા મળે લારા દત્તા? અભિનેત્રી એ જણાવી હકીકત

ગુરુચરણ સિંહ વિશે અસિત મોદી એ કરી વાત 

અસિત મોદી એ મીડિયા ને આપેલ ઇન્ટરવ્યૂ માં કહ્યું  “આ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક સમાચાર છે. તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે. તેણે પોતાના માતા-પિતાની સંપૂર્ણ જવાબદારી પોતાના પર લીધી હતી. તેણે કોવિડ દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  છોડી દીધું હતું કારણ કે તેને તેના માતા-પિતાની સેવા કરવાની હતી. હું તેના વિશે બહુ જાણતો નથી, પરંતુ જે જાણું છું તેના પરથી તે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે. શો છોડ્યા પછી પણ તેણે હંમેશા અમારી સાથે સારા સંબંધો રાખ્યા હતા. તેનું ગાયબ થવું ખૂબ જ આઘાતજનક છે, મને ખબર નથી કે આ શા માટે થયું. જો કે, તપાસ ચાલુ છે અને મને ખાતરી છે કે બહુ જલ્દી સારા સમાચાર આવશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે સુરક્ષિત રહે.”


આ ઇન્ટરવ્યૂ માં અસિત મોદી ને પૂછવામાં આવ્યું કે શું તેમણે ગુરુચરણ સિંહ ને તેમના બાકી ના નાણાં ચૂકવ્યા છે કે નહીં? આ અંગે અસિત મોદી એ કહ્યું, “આવું બિલકુલ નથી. ગુરુચરણ સિંહને સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More