News Continuous Bureau | Mumbai
TMKOC: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘તારક મહેતા’નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા લાંબા સમયથી શોના નિર્માતા અસિત કુમાર મોદી સાથેના વિવાદને કારણે ચર્ચામાં છે. અભિનેતાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે અસિત મોદીએ તેના પ્રત્યે અભદ્ર શબ્દો નો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેને શો ને અલવિદા કહી દીધું હતું.
શૈલેષ લોઢા એ દિલીપ જોશી સાથે ની મિત્રતા અંગે કરી વાત
શૈલેશ લોઢા એ તારક મહેતા શો છોડ્યા બાદ દિલીપ જોશી સાથેના સંબંધો વિશે વાત કરતા કહ્યું કે, ‘અમારી ઈન્ડસ્ટ્રીમાં દરેક એક્ટર અને વ્યક્તિ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે. આપણે બધા આપણા જીવનમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને એકબીજા સાથે વાત કરવાનો મોકો નથી મળતો, પણ જયારે પણ મળીશું મળીશું તો પાછા એવી રીતે મળીશું જેમ હંમેશા મળતા … આ દુનિયાની હાલત છે, વાતચીત ઓછી રહે છે. , એકવાર આપણે છૂટા પડીએ, તો…’
આ સમાચાર પણ વાંચો : Shailesh lodha TMKOC: જેનિફર બાદ હવે શૈલેષ લોઢા લગાવ્યો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના મેકર્સ પર આરોપ, જણાવ્યું શો છોડવા પાછળનું સાચું કારણ
શો માં શૈલેષ લોઢા અને દિલીપ જોશી ની દોસ્તી
તમને જણાવી દઈએ કે, શૈલેષ લોઢા અને દિલીપ જોશી એકબીજાની ખૂબ જ નજીક છે. શોમાં તેમની ઓન-સ્ક્રીન જોડી ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ બંને શોમાં એકબીજાના પરમમિત્ર ની ભૂમિકા ભજવી રહ્યા હતા. તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા જેઠાલાલની દરેક સમસ્યાનું સમાધાન કાઢતા હતા. બન્ને વચ્ચે નું બોન્ડ ખુબજ સારી રીતે બતાવવામાં આવ્યું હતું.