Site icon

વાસ્તવિક જીવન માં મિત્રો નથી તારક મહેતા ની ટપ્પુ સેના ના આ કલાકારો, જાણો કારણ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ ટપ્પુ એટલે કે રાજ અનડકટ અને પલક સિધવાની એટલે કે સોનુ બન્ને વાસ્તવિક જીવન માં મિત્રો નથી. આ વાત નો ખુલાસો ખુદ પલકે એક ઇન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. અભિનેતા રાજે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે હવે આ શોમાં જોવા મળશે નહીં.

TMKOC tappu and sonu aka palak sidhwani are not friends in real life

વાસ્તવિક જીવન માં મિત્રો નથી તારક મહેતા ની ટપ્પુ સેના ના આ કલાકારો, જાણો કારણ

 News Continuous Bureau | Mumbai

’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( TMKOC ) ફેમ ટપ્પુ ( tappu)  એટલે કે રાજ અનડકટે ગઈ કાલે તેનો 26મો જન્મદિવસ ઉજવ્યો હતો. શોમાં રાજ ટપ્પુની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને ( palak sidhwani ) પલક સિધવાની સોનુની ( sonu ) ભૂમિકા ભજવી રહી છે. શોમાં તેમની બોન્ડિંગ ઘણી સારી છે.પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાજ અને પલક વાસ્તવિક જીવનમાં ( real life )  મિત્રો ( not friends ) નથી.

Join Our WhatsApp Community

પલકે ઇન્ટરવ્યૂ માં કહી હતી આ વાત

એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, હું અને રાજ ખરેખર મિત્રો નથી. અમારી બંને પાસે માત્ર પ્રોફેશનલ બોન્ડ છે. સેટ પર લગભગ 80 લોકો છે અને એ જરૂરી નથી કે તમે બધા સાથે દોસ્ત હોવ. સ્ક્રીન પર જે દેખાય છે તે માત્ર વ્યાવસાયિક વર્તન છે.પલક સિધવાણીએ કહ્યું હતું કે, એવું છે કે જો તમે ઓફિસમાં કામ કરો છો તો તમે દરેકના બેસ્ટ ફ્રેન્ડ નથી કહેવાતા. આ જ કારણ છે કે હું અને રાજ સારા મિત્રો નથી. અમે એક વ્યાવસાયિક બોન્ડ શેર કરીએ છીએ. તે મારો વર્કિંગ પાર્ટનર છે.

આ સમાચાર પણ વાંચો: ગુજરાત વિધાનસભાની અનેક બેઠકો પર ‘મોદી લહેર’, કોને ક્યાંથી મળી જીત? જુઓ આખું લિસ્ટ અહીં…

રાજ અનડકટે ભવ્ય ગાંધી ને કર્યો હતો રિપ્લેસ

2017માં રાજે તારક મહેતા શોમાં એન્ટ્રી લીધી હતી. તેને ભવ્ય ગાંધીનું સ્થાન લીધું હતું. જો કે, થોડા દિવસો પહેલા જ, અભિનેતાએ એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે હવે શો છોડી રહ્યો છે અને હવે તે શોમાં જોવા મળશે નહીં.રાજ અનડકટ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર રાજને 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. આ સિવાય યુટ્યુબ પર તેની પોતાની ચેનલ પણ છે.જો સમાચાર નું માણીયે તો રાજ ટૂંક સમય માં બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version