Site icon

બાર્કે જાહેર કરી ટીઆરપી લિસ્ટ : ટીવીજગતના આ લોકપ્રિય કૉમેડી શૉને લાગ્યો ઝટકો, જાણો કયા ટૉપ-5 શૉએ મારી બાજી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

Join Our WhatsApp Community

30 જાન્યુઆરી 2021

બાર્કની 55 મા અઠવાડિયાની ટીઆરપી રેટિંગ આવી ગઈ છે. જોકે આ અઠવાડિયાની ટીઆરપી ચાર્ટમાં બહુ પરિવર્તન જોવા મળ્યું નથી. ટેલિવિઝન જગતનો સૌથી લોકપ્રિય શૉમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  એકવાર ફરીથી ટૉપ-5 શૉઝની લિસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તેમ જ અન્ય શૉઝએ ટીઆરપી લિસ્ટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. સલમાન ખાનનો શૉ બિગ-બૉસ 14 સતત ટીઆરપી માટે ઝઝૂમી રહ્યો છે અને આ વખતે પણ શૉ આ સૂચિમાં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી.  મહત્વપૂર્ણ છે કે ગયા અઠવાડિયે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પાંચમા સ્થાન પર રહ્યો હતો.

બાર્ક દ્વારા 16-22 જાન્યુઆરી વચ્ચે જાહેર કરવામાં આવેલા શૉની રેન્કિંગ જોઈએ તો રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડેનો શો 'અનુપમા'એ ટૉપ પર છે. ઉલ્લેખનીય છે કે આ શૉ ઘણા અઠવાડિયાથી પહેલા નંબર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ત્યારે બીજા અને ત્રીજા સ્થાન પર પણ સ્ટાર પ્લસનો શૉ 'ઈમલી' અને 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' રહ્યો છે. તો ચોથા અને પાંચમાં સ્થાન પર ઝીટીવી પર પ્રસારિત થતો શૉ 'કુંડળી ભાગ્ય' અને 'કુમકુમ ભાગ્ય' છે.  

Rekha: જયા બચ્ચન ની રાહ પર રેખા!સેલ્ફી લેવા આવેલી મહિલા સાથે અભિનેત્રી એ કરી એવી હરકત કે થઇ રહી છે ટ્રોલ
Dhurandhar: આ છે માસ્ટરમાઇન્ડ, ‘ધુરંધર’માં અક્ષય ખન્નાના ડાન્સ સ્ટેપ્સ પાછળ કોનો હાથ? કો-એક્ટરે કર્યો ખુલાસો!
Rahul Bose: અભિનેતા રાહુલ બોસ પર લાગ્યો છેતરપિંડીનો આરોપ,પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી, જાણો શું છે સમગ્ર મામલો
3 Idiots Part 2: ૧૫ વર્ષ પછી ફરી આવશે ‘3 ઇડિયટ્સ’! મેકર્સે આપી દીધું કન્ફર્મેશન, શું જૂની કાસ્ટ કરશે કમબેક?
Exit mobile version