જાણીતી ટીવી એક્ટ્રેસ (TV actress) શ્વેતા તિવારી (Shweta Tiwari) સોશ્યલ મીડિયા (Social media) પર ખુબ એક્ટિવ રહે છે , પોતાની લાંબી એક્ટિંગ કેરિયરમાં એકથી એક પાત્રો ભજવ્યા છે. શ્વેતા તિવારીને આજકાલ દેશમાં ઘરે ઘરે લોકો યાદ કરે છે, તેને દરેકના દિલમાં આગવી ઓળખ અને જગ્યા બનાવી લીધી છે.
એક્ટ્રેસ (Shweta Tiwari) ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. હવે તેની તાજા તસવીરોએ ઇન્ટરનેટ (Internet) પર ધમાલ મચાવી દીધી છે. હાલમાં જ શ્વેતા તિવારી પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, જેને જાેઇને ફેન્સ ઘાયલ થઇ ગયા છે.
એક્ટ્રેસે આ તસવીરોમાં ઝેબરા પ્રિન્ટ (Zebra print) વાળી ડીપનેક ગાઉનમાં ગ્લેમરસ પૉઝ આપ્યા છે. તેને સાથે યલો કલરની હીલ્સ કેરી કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ કોઇ હૉટલની લૉબીમાં દેખાઇ રહી છે, અહીં તે ક્યાંક બાલકનીમાં ઉભી રહી છે, તો તેને બેસીને ફોટો ક્લિક કરાવતી જાેઇ શકાય છે. શ્વેતા તિવારીએ (Shweta Tiwari) પોતાના લૂકને કમ્પલેટ કરવા માટે ન્યૂડ મેકઅપ કર્યો છે. તેને પોતાના વાળોને ખુલ્લા રાખ્યા છે અને એક્સસરીઝ તરીકે તેને બન્ને હાથોમાં વ્હાઇટ મેટલ બ્રેસલેટ અને નેકપીસ પહેરેલા છે.
આ લૂક્સમાં એક્ટ્રેસ ખુબજ સુંદર (beautiful) લાગી રહી છે. ખાસ વાત છે કે, એક્ટ્રેસ શ્વેતા તિવારી હાલમાં ૪૧ વર્ષની થઇ ચૂકી છે, છતાં તેની સુંદરતા યુવા એક્ટ્રેસ ઓછી નથી.