ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું અક્ષય કુમાર સાથે લગ્ન કરવાનું કારણ,અભિનેત્રીને પસંદ આવી હતી ‘ખિલાડી કુમાર’ની આ આદત

ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારના લગ્નને 22 વર્ષ થયા છે. ટ્વિંકલ ખન્નાએ હવે ખુલાસો કર્યો છે કે તેણે શા માટે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા.

by Zalak Parikh
twinkle khanna reveals reason why she married akshay kumar

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પોતાની એક્ટિંગની સાથે સાથે પરિવારને લઈને પણ ચર્ચામાં રહે છે. તે જ સમયે, અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ ભલે એક્ટિંગ કરિયર છોડી દીધી હોય પરંતુ તે દરરોજ લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી ટ્વિંકલ ખન્નાએ હવે ફાધર્સ ડેના અવસર પર એક પોસ્ટ શેર કરી હતી જેને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. વાસ્તવમાં ટ્વિંકલે તેના લેટેસ્ટ સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે તેણે શા માટે અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા છે. આવો જાણીએ ટ્વિંકલ ખન્નાએ પોતાની પોસ્ટમાં શું લખ્યું છે અને અક્ષય કુમાર સાથે લગ્ન કરવાનાં કારણો શું છે.

 

ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમાર સાથે નો ફોટો શેર કરી કહી આ વાત 

ટ્વિંકલ ખન્નાએ ફાધર્સ ડેના અવસર પર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે તેના પતિ અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. અક્ષય કુમાર શર્ટલેસ છે અને ટ્વિંકલ ખન્ના તેને ગળે લગાવતી જોવા મળે છે. ટ્વિંકલ ખન્નાએ આ તસવીરને કેપ્શનમાં લખ્યું છે કે, ‘અક્ષય સાથે લગ્ન કરવાનું કારણ એ છે કે જ્યારે મેં તેને તેના પરિવાર સાથે સમય વિતાવતો જોયો ત્યારે મને સમજાયું કે તે માત્ર એક સારો અભિનેતા જ નથી પણ એક સારો માનવી પણ છે જે એક સારા પિતા પણ બની શકે છે. બીજું કારણ એ હતું કે તે ભવિષ્યમાં આપણાં બાળકોને પ્રેમથી યોગ્ય માર્ગદર્શન આપશે અને કદાચ આ ભલાઈ તેમને વારસામાં મળી છે. મારા જીવનસાથીને ફાધર્સ ડેની શુભકામનાઓ, જે હંમેશા પોતાના બાળકોની ખુશીને પોતાની પહેલા રાખે છે.’

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna)

અક્ષય કુમાર ની ટ્વિંકલ ખન્ના સાથે ની ફિલ્મો 

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ 17 જાન્યુઆરી, 2001ના રોજ લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, પુત્ર આરવ અને પુત્રી નિતારા. અક્ષય કુમાર-ટ્વીંકલ ખન્નાએ સાથે કેટલીક હિટ ફિલ્મો પણ કરી છે, જેમાં ‘તીસ માર ખાન’, ‘ઇન્ટરનેશનલ ખિલાડી’, ‘ઝુલ્મી’નો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્નાએ ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ હવે તે ફિલ્મોમાં જોવા મળતી નથી. જ્યારે, અક્ષય કુમાર ફિલ્મોમાં ખૂબ સક્રિય છે.

આ સમાચાર પણ વાંચો: ‘આદિપુરુષ’ ના મેકર્સ ને થયો જબરદસ્ત ફાયદો, આ OTT પ્લેટફોર્મ એ ખરીદ્યા અધધ આટલા કરોડમાં ફિલ્મ ના રાઇટ્સ, જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like