ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
ટ્વિંકલ ખન્નાએ ઘણા સમય પહેલા ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લીધો છે. હવે તે લેખિકા બની ગઈ છે.ટ્વિંકલ ખન્નાએ એક ચેટ શો દરમિયાન તેના અને અક્ષય કુમારના સંબંધો વિશે ઘણી ફની વાતો શેર કરી છે. ટ્વિંકલ ખન્નાએ કાજોલ સાથેના એક શોમાં જણાવ્યું હતું કે તે અક્ષય કુમાર સાથે ઘરનો ખર્ચ શેર કરે છે. ટ્વિંકલે કહ્યું કે તે બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવે છે. તેની પાછળ તેણે એક રમુજી કારણ પણ જણાવ્યું.
ટ્વિંકલ ખન્નાએ ટ્વીક ઈન્ડિયા માટે કાજોલનો ઈન્ટરવ્યુ લીધો. આમાં તેને પૂછવામાં આવ્યું કે તે અને અજય ઘરનો ખર્ચ કેવી રીતે વહેંચે છે. તેણીએ પોતાનું ઉદાહરણ આપીને કહ્યું કે, હું બાળકોની શાળા અને તેમના શિક્ષણનો ખર્ચ ઉઠાવું છું. કારણ કે હું તેમને પછી કહી શકીશ કે તમે લોકો મારા કારણે જ ભણ્યા છો.જે બાદ કાજોલે કહ્યું કે તે તમામ ઓનલાઈન બિલનું પેમેન્ટ જુએ છે. તેમજ અજય દેવગન તમામ ઑફલાઇન પેમેન્ટ જુએ છે. કાજોલે આ સાથે જણાવ્યું કે તે પુત્ર યુગ માટે સવારે 7 વાગે ઉઠે છે. તેને શાળા માટે તૈયાર કરે છે અને તે શાળાએ જાય ત્યાં સુધી તેની સાથે રહે છે. એ જ રીતે દીકરી ન્યાસા જ્યારે નાની હતી ત્યારે અજય તેના માટે કરતો હતો. કાજોલે કહ્યું કે જ્યારે પણ અજયને તેના શેડ્યૂલમાંથી સમય મળે છે ત્યારે તે બાળકો સાથે સમય વિતાવે છે.
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ 2001માં લગ્ન કર્યા હતા. અક્ષય-ટ્વિંકલને બે બાળકો છે. દીકરો આરવ અને દીકરી નિતારા. ટ્વિંકલ ખન્નાએ ‘બરસાત’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ‘બરસાત’ ફિલ્મ 1995માં રિલીઝ થઈ હતી. ટ્વિંકલ ખન્નાએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ એક્ટિંગ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. ટ્વિંકલ ખન્ના ત્રણ પુસ્તકોની લેખક છે. એટલું જ નહીં તેણે ઘણી હિન્દી ફિલ્મો પણ બનાવી છે. ‘ખિલાડી 786’, ‘દિલવાલે’ અને ‘પેડમેન’ જેવી ફિલ્મો ટ્વિંકલ ખન્નાએ પ્રોડ્યુસ કરી છે.