News Continuous Bureau | Mumbai
Ukranian Singer : યુક્રેનની સિંગર ઉમા શાંતિ(uma shanti) પર ત્રિરંગાનું અપમાન(insulted tricolor) કરવાનો આરોપ લાગ્યો છે. પૂણેમાં(pune) તેનો કોન્સર્ટ હતો. આ લાઈવ પ્રોગ્રામમાં તેના પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ છે. પુણે પોલીસે ઉમા શાંતિ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી(Case registered) છે. મંગળવારે એક પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે પુણેના મુંડવા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ-બારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રધ્વજનું કથિત રીતે અનાદર કરવામાં આવ્યું હતું.
યુક્રેન ની સિંગરે કર્યું ત્રિરંગા નું અપમાન
ઉમા શાંતિનું ‘શાંતિ પીપલ’ નામનું બેન્ડ છે. બેન્ડ વૈદિક મંત્રોચ્ચાર સાથે EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) રજૂ કરે છે. ઉમા શાંતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બંને હાથ વડે સ્ટેજ પર બે ધ્વજ લહેરાવે છે. તેની સામે લોકોની ભારે ભીડ છે. આ પછી તે સામેના લોકો તરફ ધ્વજ ફેંકે છે. વાસ્તવમાં આ ઘટના સ્વતંત્રતા દિવસની નથી પરંતુ રવિવારની રાતની છે. જે કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. બાદમાં આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, કથિત અપરાધનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા બાદ બેન્ડ શાંતિ પીપલની મુખ્ય ગાયિકા ઉમા વિરુદ્ધ મુંધવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
Pune : Controversy Erupts As Singer Disrespects National Flag During Performance During A Pre-Independence Day Celebrations In A Musical Concert . Pune Police Files Case Against Singer and Organiser. #Singer #NationalFlag #UmaShanti #Pune #ViralVideo https://t.co/hRd1BtXqLC pic.twitter.com/AcPEcLsXSF
— Pune Pulse (@pulse_pune) August 15, 2023
યુક્રેન ની સિંગર વિરુદ્ધ નોંધાયો કેસ
એક ન્યૂઝ એજન્સી અનુસાર, પોલીસ અધિકારીએ કહ્યું, ‘ગાયિકા શાંતિ કોન્સર્ટમાં તિરંગો લહેરાવતી હતી અને અચાનક તેણે દર્શકો તરફ તિરંગો ફેંક્યો. તેમના સિવાય કાર્યક્રમના આયોજક કાર્તિક મોરે વિરુદ્ધ ત્રિરંગાના અપમાનનો કેસ નોંધવામાં આવ્યો છે.અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ગાયક અને કાર્યક્રમના આયોજકને નોટિસ જારી કરવામાં આવી છે અને તેઓને આ મામલાની તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Kashmiri Saffron : કેસરને કેમ કહેવાય છે લાલ સોનું? કેસર આટલું મોંઘું કેમ છે? જાણો કેસર વિશે આ રસપ્રદ વાતો….