Ukranian Singer : પૂણેમાં યુક્રેનિયન ગાયિકા ઉમા શાંતિ વિરુદ્ધ નોંધાયો કેસ, ત્રિરંગા સાથે જોડાયેલો છે મામલો

Ukranian Singer : યુક્રેનિયન ગાયિકા ઉમા શાંતિ પુણેમાં લાઈવ શો કરી રહી હતી. આ કાર્યક્રમમાં તેના પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પુણે પોલીસે ઉમા શાંતિ અને ઈવેન્ટના આયોજક વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

ukrainian singer uma shanti insulted tricolor indian flag in pune during concert case registered

ukrainian singer uma shanti insulted tricolor indian flag in pune during concert case registered

News Continuous Bureau | Mumbai 

Ukranian Singer : યુક્રેનની સિંગર ઉમા શાંતિ(uma shanti) પર ત્રિરંગાનું અપમાન(insulted tricolor) કરવાનો આરોપ લાગ્યો છે. પૂણેમાં(pune) તેનો કોન્સર્ટ હતો. આ લાઈવ પ્રોગ્રામમાં તેના પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ છે. પુણે પોલીસે ઉમા શાંતિ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી(Case registered) છે. મંગળવારે એક પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે પુણેના મુંડવા વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ-બારમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રાષ્ટ્રધ્વજનું કથિત રીતે અનાદર કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

યુક્રેન ની સિંગરે કર્યું ત્રિરંગા નું અપમાન

ઉમા શાંતિનું ‘શાંતિ પીપલ’ નામનું બેન્ડ છે. બેન્ડ વૈદિક મંત્રોચ્ચાર સાથે EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક) રજૂ કરે છે. ઉમા શાંતિનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે બંને હાથ વડે સ્ટેજ પર બે ધ્વજ લહેરાવે છે. તેની સામે લોકોની ભારે ભીડ છે. આ પછી તે સામેના લોકો તરફ ધ્વજ ફેંકે છે. વાસ્તવમાં આ ઘટના સ્વતંત્રતા દિવસની નથી પરંતુ રવિવારની રાતની છે. જે કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. બાદમાં આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મીડિયા અહેવાલો અનુસાર, કથિત અપરાધનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલની આગની જેમ ફેલાઈ ગયા બાદ બેન્ડ શાંતિ પીપલની મુખ્ય ગાયિકા ઉમા વિરુદ્ધ મુંધવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

યુક્રેન ની સિંગર વિરુદ્ધ નોંધાયો કેસ

એક ન્યૂઝ એજન્સી અનુસાર, પોલીસ અધિકારીએ કહ્યું, ‘ગાયિકા શાંતિ કોન્સર્ટમાં તિરંગો લહેરાવતી હતી અને અચાનક તેણે દર્શકો તરફ તિરંગો ફેંક્યો. તેમના સિવાય કાર્યક્રમના આયોજક કાર્તિક મોરે વિરુદ્ધ ત્રિરંગાના અપમાનનો કેસ નોંધવામાં આવ્યો છે.અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ગાયક અને કાર્યક્રમના આયોજકને નોટિસ જારી કરવામાં આવી છે અને તેઓને આ મામલાની તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Kashmiri Saffron : કેસરને કેમ કહેવાય છે લાલ સોનું? કેસર આટલું મોંઘું કેમ છે? જાણો કેસર વિશે આ રસપ્રદ વાતો….

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version