ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
યુનિસેફ ઇન્ડિયાએ બાળકોના અધિકારો અને અધિકારોને પ્રોત્સાહન આપવા માટે યુથ આઇકન આયુષ્માન ખુરાનાને સેલિબ્રિટી એડવોકેટ તરીકે પસંદ કર્યો છે. આયુષ્માન યુનિસેફના #ForEveryChild કેમ્પેનને પ્રમોટ કરવાનું છે. આ અંતર્ગત તે બાળકો પર થતાં અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે. અભિનેતાએ રાષ્ટ્રીય સ્તરે આ ઝુંબેશ માટે કામ કરવાનું છે જયારે આ જ મુદ્દે વૈશ્વિક સ્તરે એક પ્રખ્યાત વ્યક્તિત્વ ડેવિડ બેકહેમ કામ કરી રહ્યો છે.' યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિધિ યાસ્મીન અલી હકએ કહ્યું હતું કે, 'આયુષ્માન દરેક ભૂમિકાની સીમાઓને પડકારે છે. તે બાળકો પર થતાં અત્યાચાર વિરુદ્ધ દરેકને સંવેદનશીલ બનાવીને જાગૃતિ લાવી શકશે. કોરોના કાળમાં બાળકો પર થતાં જુલમમાં વધારો જોવા મળ્યો છે. આયુષ્માન આ દિશામાં કાર્ય કરીને મહત્ત્વનું યોગદાન આપી શકશે.'
અભિનેતાએ જણાવ્યું હતું કે, 'મને સેલિબ્રિટી એડવોકેટ તરીકે યુનિસેફ સાથે કામ કરવાની તક મળી અને તે મારા માટે ખૂબ આનંદની વાત છે. હું માનું છું કે દરેકને જીવનમાં ઉત્તમ શરૂઆત મળવી જોઇએ. મારા બાળકો ધરમાં સુરક્ષિત અને આનંદિત રહે છે તે જોઇને મને એવા' બાળકોનો વિચાર આવે છે જેમને કયારેય ખુશહાલ કે સુરક્ષિત બાળપણ મળ્યું નથી અને તેઓ ઘરે અથવા ઘરની બહાર દુર્વ્યવહારનો ભોગ બને છે. તેઓ મોટા થાય છે. હવે યુનિસેફ સાથે મલીને હું આવા બાળકોના જીવનમાં પરિવર્તન લાવીશ જેથી તેમને યોગ્ય માહોલ, શિક્ષણ અને સુરક્ષિતતા મળે અને હિંસાથી દૂર રહે.'