પિતાની એક શરત ના કારણે આજ સુધી નથી થયા એકતા કપૂરના લગ્ન-ટીવી ક્વીન બનવા માટે કરવી પડી હતી મહેનત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર જીતેન્દ્ર અને શોભા કપૂરની દીકરી એકતા કપૂરને ટેલિવિઝન ક્વીન (Ekta Kapoor TV queen)કહેવામાં આવે છે. આજે એકતા તેના ખાસ દિવસની ઉજવણી કરતી જોવા મળે છે. એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975ના રોજ થયો હતો, (Ekta kapoor birthday)હવે તે 47 વર્ષની છે. એકતા કપૂરે 'માનો યા માનો' સીરિયલથી લગભગ 25 વર્ષ પહેલા ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે ઘણા સુપરહિટ શો દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું છે.એકતા કપૂરે 15 વર્ષની ઉંમરે એડ અને ફીચર (AD and fiture film)ફિલ્મ પ્રોડ્યુસર કૈલાશ સુરેન્દ્રનાથ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ નિર્માણમાં ઊંડો રસ હતો અને તેથી જ તેણે નિર્માતા બનવાનું નક્કી કર્યું.

એકતા એક ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના (Balaji telefilms limited)સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર છે. એકતા કપૂરનું નામ પણ એ સેલેબ્સની યાદીમાં સામેલ છે જે 40 વર્ષની ઉંમર પછી પણ સિંગલ છે. એકતાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન(Interview) ખુલાસો કર્યો હતો કે તે હજુ પણ કુંવારી  કેમ છે? જ્યારે એકતા કપૂરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે? એકતા કપૂરે જવાબમાં માત્ર સ્મિત કર્યું અને કહ્યું કે જ્યારે સલમાન ખાન લગ્ન(Salman khan wedding) કરશે તેના બે-ત્રણ વર્ષ પછી.

આ સમાચાર પણ વાંચો : આઇફા એવોર્ડ્સમાં અભિષેક બચ્ચન ના રંગ માં રંગાઈ ઐશ્વર્યા રાય-પિતા નો ડાન્સ જોઈ આરાધ્યા એ પણ મિલાવ્યા તાલ-જુઓ વિડીયો

એકતા કપૂરે અન્ય એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, "પિતા જીતેન્દ્રની એક શરતને (Jitendra condition)કારણે તેણે આજ સુધી લગ્ન નથી કર્યા. એકતા કપૂરે કહ્યું હતું કે તેને તેના પિતાએ કહ્યું હતું. કાં તો તારે લગ્ન કરવા પડશે અથવા તો તારે કામ કરવું પડશે. મેં માત્ર કામ પસંદ કર્યું, મારે લગ્ન કરવાં નથી.એ જ કારણ હતું કે મેં કામને વધુ પ્રાધાન્ય આપ્યું.મારા ઘણા મિત્રો છે જેઓ પરણેલા હતા પણ હવે તે સિંગલ છે.મેં છેલ્લા કેટલાક વર્ષો માં ઘણા છૂટાછેડા (divorce)જોયા છે. મારી પાસે ધીરજ છે, મને ક્યાંક લાગે છે, આ જ કારણ છે કે હું અત્યાર સુધી રાહ જોઈ રહી છું."

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment