ઉર્ફી જાવેદ ફરી એકવાર વિવાદમાં, આદિત્ય ચોપરાના ઉદય ચોપરા વાળા નિવેદન પર કર્યો વળતો પ્રહાર

ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાએ તાજેતરમાં જ તેના ભાઈ ઉદય ચોપરાને લઈને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે ઉદય સફળ અભિનેતા ન બનવા અંગે ટિપ્પણી કરી હતી. હવે આદિત્ય ચોપરાના આ નિવેદન પર ઉર્ફી જાવેદની પ્રતિક્રિયા આવી છે.

uorfi javed reacted on aditya chopra nepotism remark on social media

ઉર્ફી જાવેદ ફરી એકવાર વિવાદમાં, આદિત્ય ચોપરાના ઉદય ચોપરા વાળા નિવેદન પર કર્યો વળતો પ્રહાર

News Continuous Bureau | Mumbai

ઇન્ડસ્ટ્રીની ફેશન ક્વીન, ઉર્ફી જાવેદ ઘણીવાર તેના વિચિત્ર પોશાક માટે ચર્ચામાં આવે છે. ઉર્ફી જાવેદ તેના સ્પષ્ટવક્તા નિવેદનો માટે પણ જાણીતી છે. હવે તાજેતરમાં જ ઉર્ફી જાવેદે આદિત્ય ચોપરાના ઉદય ચોપડા વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં, આદિત્ય ચોપરાએ શો ‘ધ રોમેન્ટિક્સ’માં ઉદય ચોપરા વિશે કહ્યું હતું કે તે યશ ચોપરાનો પુત્ર હોવા છતાં સ્ટાર તરીકે કરિયર બનાવી શક્યો નથી. આદિત્યએ કહ્યું હતું કે, “મારો ભાઈ એક અભિનેતા છે, પરંતુ તે બહુ સફળ અભિનેતા નથી. તે સૌથી મોટા ફિલ્મ નિર્માતાઓમાંના એકનો પુત્ર છે, તે ઉદ્યોગના સૌથી મોટા નિર્માતાનો ભાઈ છે. YRF જેવી કંપનીઓ ઘણા નવા લોકોને લોન્ચ કરે છે. કરે છે, પરંતુ અમે અમારા પોતાના ઘરના સદસ્ય ને સ્ટાર બનાવી શક્યા નથી.”

Join Our WhatsApp Community

 

ઉર્ફી એ આપી પ્રતિક્રિયા 

આદિત્ય ચોપરાએ વધુમાં કહ્યું, “આવુ એટલા માટે થયું કારણ કે દર્શકો નક્કી કરે છે કે કોણ કારકિર્દી બનાવશે અને કોણ નહીં.” હવે ઉર્ફી જાવેદે આદિત્ય ચોપરાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ઉર્ફીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરતી વખતે આદિત્ય ચોપરા પર પ્રહારો કર્યા છે. તેણે લખ્યું કે, “આ નિવેદનમાં રહેલી સ્પષ્ટ અજ્ઞાનતા મને ખૂબ જ પરેશાન કરે છે. નેપોટિઝમ સફળતા વિશે નથી પરંતુ તકો વિશે છે. ઉદય ચોપરા ન તો સારા દેખાય છે કે ન તો સારા અભિનેતા છે.”ઉર્ફી જાવેદે વધુમાં ઉમેર્યું હતું કે, “તેમની ફિલ્મો પડદા પર ખરાબ રીતે ફ્લોપ રહી પરંતુ તેમ છતાં તેને કામ મળતું રહ્યું. જો તે ચોપરા નહીં પણ ઉદયના નામની આગળ ચૌહાણ હોત, તો તેની પ્રથમ ફિલ્મ ફ્લોપ થયા પછી તેને તક આપવામાં આવી ન હોત. તમે બધા પણ આવા નેપોટિઝ્મ ને સમર્થન આપો છો?” 

નવ વર્ષ થી  મોટા પડદાથી દુર છે ઉદય ચોપરા 

જણાવી દઈએ કે ઉદય ચોપરાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત શાહરૂખ ખાનની ફિલ્મ મોહબ્બતેથી કરી હતી. આ ફિલ્મમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે આ પછી તેની કારકિર્દીનો ગ્રાફ ઉપર ન આવી શક્યો. તેની મેરે યાર કી શાદી હૈ, સુપારી અને નીલ એન્ડ નિક્કી જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ઉદય છેલ્લે 2013માં ધૂમ 3માં જોવા મળ્યો હતો. તે છેલ્લા નવ વર્ષથી મોટા પડદાથી દૂર છે.

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version