News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ(Urfi javed) એક યા બીજા કારણોસર ચર્ચામાં આવે છે. તે તેની ફેશન સેન્સ માટે જાણીતી છે. ઉર્ફી જાવેદ ઘણી વખત તેના શરીરને ફૂલો અને પાંદડાઓથી ઢાંકતી જોવા મળી છે અને આ વખતે પણ ઉર્ફી જાવેદે કંઈક આવું જ કર્યું છે. ઉર્ફીએ એક વીડિયો શેર(video) કર્યો છે, જેને જોઈને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
ઉર્ફી જાવેદે એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેને ફરી પોતાનો બોલ્ડ અવતાર(boldness) બતાવ્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ તેના શરીરના ઉપરના ભાગમાં કંઈ પહેર્યું નથી અને તેણે તેના શરીરના ભાગને સિલ્વર કલર ના ફૂલથી(silver flower) ઢાંકી દીધા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ કેમેરા તરફ પોતાની બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ દરમિયાન તેણે કાળા રંગનો પલાઝો(black palazzo) પહેર્યો છે પરંતુ ઉર્ફીએ ઉપર કંઈ પહેર્યું નથી. ઉર્ફીએ તેના શરીર પર માત્ર બે જ ફૂલ ચોંટાડયા છે. આ સાથે તેણે શરીર પર બ્લેક કલરની ડિઝાઈન પણ બનાવી છે.ઉર્ફી જાવેદના આ વીડિયોને ઘણા લોકોએ પસંદ કર્યો છે તો ઘણા લોકો એ કોમેન્ટમાં ઉર્ફીને ટ્રોલ (troll Urfi)કરી છે. હંમેશની જેમ આ વખતે પણ યુઝર્સ ઉર્ફી ને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'શરમ કરો.' બીજાએ લખ્યું, ' વગર ઈજ્જતે પૈસા નું શું કરશે બહેન?.' ત્રીજા યુઝરે લખ્યું, 'ફેક.'
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની સીધી સાદી સોનુ ભીડે નો જોવા મળ્યો બોલ્ડ અવતાર- મેશ ક્રોપ ટોપ પહેરીને આપ્યા પોઝ-જુઓ ફોટોગ્રાફ્સ
તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદનો દિવાળી લૂક(Diwali look) પણ ઘણો બોલ્ડ હતો, જેના પર સીરિયલ 'અનુપમા' ફેમ સુધાંશુ પાંડેએ એક પોસ્ટ શેર કરીને ઉર્ફીની ટીકા કરી હતી. પરંતુ ઉર્ફી જાવેદે બીજા બધાની જેમ સુધાંશુને યોગ્ય જવાબ આપ્યો હતો.