News Continuous Bureau | Mumbai
Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશનથી લોકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. તે તેના આઉટફિટ ને લઈને એક્સપરિમેન્ટ કરતી રહે છે. ઘણીવાર તે ટ્રોલર્સ ના નિશાના પર પણ આવતી રહે છે પરંતુ ઉર્ફીને આ વાત નો કોઈ ફરક પડતો નથી. અને તેના કપડાં સાથે એક્સપરિમેન્ટ કરતી રહે છે. હવે ઉર્ફીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કેળાની છાલથી પોતાનું શરીર ઢાંકતી જોવા મળી હતી.
ઉર્ફી જાવેદ નો વિડિયો
ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કેળાની છાલથી પોતાનું શરીર ઢાંક્યું છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જાવેદ.વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી જમીન પર પડેલી છે અને તે ટોપલેસ થઈ કેળાની છાલથી પોતાનું શરીર ઢાંક્યું છે. ઉર્ફી જાવેદે જીન્સના ટોપને બદલે તેના શરીર પર કેળાની છાલ ચોંટાડી છે અને તેની સાથે તે કેળું ખાતી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે
આ વીડિયો સામે આવતા જ તે ફરી એકવાર ટ્રોલના નિશાના પર આવી ગઈ છે. વીડિયો પર કોમેન્ટ કરતાં લોકોએ કહ્યું, “શું તમને બીજું કંઈ નથી મળ્યું, ઉર્ફી મેડમ?” અને અન્ય એક યુઝરે લખ્યું, “12 રૂપિયાના કપડાં, સેલ સેલ સેલ.”
આ સમાચાર પણ વાંચો: Jaya bachcan: હેમા માલિની ના જન્મદિવસ ની પાર્ટી માં પહોંચેલી જયા બચ્ચને પાપારાઝી કંઈક એવું કહ્યું કે થઇ ગઈ ટ્રોલ, જુઓ વિડીયો