News Continuous Bureau | Mumbai
બિગ બોસ ફેમ અને અભિનેત્રી ઉર્ફી જાવેદ(Urfi Javed) આજના સમયમાં સોશિયલ મીડિયાની મોટી સેન્સેશન બની ગઈ છે. તે પોતાના અલગ લેવલ અને અલગ ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા પર ઘણી વાર લાઇમલાઇટમાં(limelight) રહે છે. ક્યારેક ફૂલ, ક્યારેક અરીસો, ક્યારેક પત્થરો અને ક્યારેક બ્લેડ વડે પોતાના માટે ડ્રેસ(fress) બનાવી ને હમેશા તે ચર્ચા માં રહે છે. ફરી એકવાર તેનો આવો જ એક વીડિયો (video)સામે આવ્યો છે, જેને લઈને તે ફરી ચર્ચામાં આવી છે.
ઉર્ફી જાવેદનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે ખૂબ જ ગ્લેમરસ(glamarous) લાગી રહી છે. તેણે ખૂબ જ શોર્ટ સ્કિન કલરનો ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ(bold) લાગી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી આ નવા ડ્રેસ(new dress) સાથે કેમેરામાં અલગ-અલગ પોઝ આપી રહી છે. પછી એક મહિલા તેમને શર્ટથી ઢાંકે છે અને પછી ઉર્ફી આગળ વધે છે.
ઉર્ફી જાવેદે આ વખતે આ સુંદરતા એવા અવતારમાં જોવા મળી કે દર્શકો તેના પર વિશ્વાસ કરી શક્યા નહીં. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ગેલેક્સીની (galaxy dress)તસવીરથી પ્રેરિત થઈને ઉર્ફીએ આ ડ્રેસ બનાવ્યો છે.સોશિયલ મીડિયા યુઝર્સ (social media users)પણ ઉર્ફીના આ લુક પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું- હવે આ દિવસો જોવાના બાકી હતા, તો કોઈએ કહ્યું- હદ છે યાર. તે જ સમયે, કેટલાક એવા પણ હતા જેઓ ઉર્ફીના આ લુકના વખાણ કરતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : બેકલેસ રફલ ડ્રેસમાં ઉર્ફી જાવેદે વધાર્યો ઇન્ટરનેટ નો પારો- અભિનેત્રી ના લૂકથી ફેન્સ થયા પ્રભાવિત-જુઓ વિડિયો
ઉર્ફી જાવેદ હંમેશા ચર્ચાનો હિસ્સો રહે છે. હાલમાં જ તે પોતાના એક નિવેદનને(statment) લઈને ઘણી ચર્ચામાં રહી હતી. તેણે અક્ષય કુમારની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'રક્ષા બંધન'(Rakshabandhan)ને 30 વર્ષ જૂની ફિલ્મ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે ફિલ્મમાં બહેનના લગ્ન અને દહેજ વિશે જે બતાવવામાં આવ્યું છે તે 30 વર્ષ પહેલા થતું હતું.