Site icon

દુબઇ જઇ ને મુસીબત માં પડી ઉર્ફી જાવેદ, દુબઇ પોલીસે કરી અભિનત્રી ની પુછપરછ, જાણો શું છે મામલો

ઉર્ફી જાવેદ હંમેશા અતરંગી કપડા પહેરીને રસ્તાઓ પર નીકળે છે. આ માટે ઉર્ફી ઘણી વખત ટ્રોલ પણ થઈ છે. જોકે, ઉર્ફીને આ વાતનો વાંધો નથી. પરંતુ ઉર્ફીના આ કૃત્યએ તેને દુબઈમાં ભારે પડ્યો છે. ઉર્ફીએ ફરી એકવાર ખુલ્લી વસ્ત્રો પહેરવા માટે મુશ્કેલીને આમંત્રણ આપ્યું છે. જે બાદ તેની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

urfi javed in trouble for shooting in revealing outfits in dubai

દુબઇ જઇ ને મુસીબત માં પડી ઉર્ફી જાવેદ, દુબઇ પોલીસે કરી અભિનત્રી ની પુછપરછ, જાણો શું છે મામલો

News Continuous Bureau | Mumbai

 ઉર્ફી ( urfi javed  ) છેલ્લા ઘણા દિવસોથી દુબઈમાં ( dubai ) છે. તેણી તેના આગામી પ્રોજેક્ટના શૂટિંગના સંદર્ભમાં ત્યાં ગઈ છે. ઉર્ફી ત્યાં પણ તેની હરકતોથી બાઝ નથી આવી. દુબઈમાં જ્યારે તેણીએ રિવીલિંગ ડ્રેસ પહેર્યો હતો, ત્યારે અભિનેત્રી દુબઈ સરકારની આકરી ટીકામાં ( trouble  ) આવી છે. ઉર્ફીએ દુબઈમાં પોતાના ઈન્સ્ટાગ્રામ માટે સેલ્ફ મેડ આઉટફિટમાં વીડિયો શૂટ ( shooting ) કર્યો હતો. દુબઈના લોકોને ઉર્ફીનો આઉટફિટ એકદમ રિવિલિંગ ( revealing outfits )  લાગ્યો.

Join Our WhatsApp Community

ઉર્ફી ને ખુલ્લી જગ્યા પર વિડીયો બનાવવો પડ્યો ભારે

ઉર્ફીએ ખુલ્લી જગ્યાએ તેનો વીડિયો શૂટ કર્યો હતો. દુબઈના નિયમો અનુસાર, તે જગ્યાએ ખુલ્લા કપડાં પહેરીને શૂટિંગ કરવાની મંજૂરી નથી. હવે પોલીસે આ અંગે ઉર્ફીની પૂછપરછ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દુબઈ પોલીસ ભારત આવવા માટે ઉર્ફીની ટિકિટ પણ મોકૂફ કરી શકે છે. જણાવી દઈએ કે ઉર્ફી ઘણીવાર તેના કપડાને લઈને વિવાદોમાં રહે છે.

આ સમાચાર પણ વાંચો:  ‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

ઉર્ફી જાવેદ ની દુબઇ પહુંચતા જ બગડી હતી તબિયત

આ બધું જાણીને લાગે છે કે ઉર્ફી જાવેદને દુબઈ માફક નથી આવ્યું.જ્યારથી તે દુબઈ ગઈ છે ત્યારથી તે એક યા બીજી મુશ્કેલીમાં ફસાઈ રહી છે. પહેલા દુબઈ ગઈ કે તરત જ ઉર્ફીની તબિયત બગડી.તે બીમાર થઈ ગઈ. ઉર્ફી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બીજી તરફ દુબઈ પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી છે.હવે ઉર્ફીને લઈને દુબઈ પોલીસ કયા નિષ્કર્ષ પર પહોંચે છે, તે જોવાનું રહેશે.

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version