Site icon

અભિનેત્રી ઉર્ફી જાવેદ ની મુશ્કેલી વધી-આ મામલે તેની વિરુદ્ધ નોંધવામાં આવી ફરિયાદ-જાણો શું છે મામલો

News Continuous Bureau | Mumbai

ઉર્ફી જાવેદ અવારનવાર તેના વિચિત્ર કપડાંના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક તેને આ કારણે ટ્રોલનો પણ સામનો કરવો પડે છે. જો કે આ વખતે મામલો થોડો આગળ વધતો જણાય છે. વાસ્તવમાં, ઉર્ફી તેના નવા મ્યુઝિક વિડિયો 'હાય હાય યે મજબૂરી'ને કારણે મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલ્ડ કપડા પહેરવા બદલ તેની વિરુદ્ધ દિલ્હીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં ફરિયાદીએ તેના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'હાય હાય યે મજબૂરી'નો ઉલ્લેખ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ ગીત 11 ઓક્ટોબરે રિલીઝ થયું હતું. આ ગીત યુટ્યુબ પર અપલોડ થતાની સાથે જ ટ્રેન્ડીંગ લિસ્ટમાં આવી ગયું હતું. આ મ્યુઝિક વીડિયોમાં ઉર્ફી ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. લાલ સાડી અને ઓફ શોલ્ડર બ્લાઉઝમાં તેણે ઈન્ટરનેટનો પારો વધાર્યો હતો.આ ગીત પર અત્યાર સુધીમાં 8.5 મિલિયન વ્યુઝ આવી ચૂક્યા છે. તેની સાથે તેના પર એક લાખ 27 હજારથી વધુ લાઈક્સ છે.

આ ભોજપુરી હસીનાએ ફિલ્મોમાં 465 વાર લગ્ન કર્યા, દરેક વખતે દુલ્હન બનીને ચાહકોના દિલ ધડક્યા!

મીડિયા રિપોર્ટ્સ માં જણાવવામાં આવી રહ્યું છે કે ઉર્ફી વિરુદ્ધ આ ફરિયાદ 23 ઓક્ટોબરે નોંધવામાં આવી છે. હાલમાં અભિનેત્રીએ આ ફરિયાદ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ દિવાળીના અવસર પર ઉર્ફી પાપારાઝી ને મીઠાઈ વહેંચતી જોવા મળી હતી.

Akshay Kumar: બોલિવૂડ ના આ સુપરસ્ટાર ની ફિલ્મ ને કારણે થયા હતા અક્ષય અને ટ્વિંકલ ના લગ્ન, ખિલાડી કુમારે કર્યો ખુલાસો
Amitabh Bachchan: ‘જલસા’ બહાર ફેન્સને મળ્યા અમિતાભ બચ્ચન, ફેન્સ ને ભેટ માં આપી દાંડિયા ની સાથે આ વસ્તુ
Kalki 2898 AD: ‘કલ્કી 2898 એડી’ ની સીક્વલમાંથી દીપિકા બહાર, હવે 600 કરોડ ની ફિલ્મ માટે આ એક્ટ્રેસ નું નામ ચર્ચામાં
Zubeen Garg: અસમના CMએ જાહેર કર્યું જુબિન ગર્ગના અવસાનનું કારણ, 23 સપ્ટેમ્બરે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
Exit mobile version