Site icon

હંમેશા કેમેરા ને જોઈ ને પોઝ આપનારી અભિનેત્રી ઉર્ફી જાવેદ કેમેરા ને જોતા વેંત અહીં-તહીં ભાગવા લાગી-જાણો શું છે કારણ  

News Continuous Bureau | Mumbai

બિગ બોસ ઓટીટી ફેમ(Bigg Boss OTT fame) અભિનેત્રી ઉર્ફી જાવેદ(Actress Urfi Javed) હાલમાં જ ડોક્ટરના ક્લિનિકની બહાર જોવા મળી હતી. ઉર્ફી જાવેદ સંપૂર્ણપણે મેકઅપ વગરની(Without makeup) હતી અને કેમેરા જોઈને તે દોડવા લાગી. તેણે ફોન અને હાથથી પોતાનો ચહેરો છુપાવવાનું શરૂ કર્યું પરંતુ જ્યારે પાપારાઝીએ(paparazzi) પૂછ્યું કે તેના ચહેરા પર શું થયું છે ઉર્ફી જાવેદે કહ્યું કે તેનો ચહેરો ચમકી રહ્યો છે. પરંતુ અસલ માં અભોનેત્રી વિના મેકઅપે અસહજતા અનુભવી રહી હતી. 

Join Our WhatsApp Community

પાપારાઝી વિરલ ભાયાનીએ(Paparazzi Viral Bhayani) આ વીડિયો ઈન્સ્ટાગ્રામ(Instagram) પર શેર કર્યો છે. જેમાં થોડો સમય પોતાનો ચહેરો છુપાવીને અહીં-ત્યાં દોડ્યા પછી ઉર્ફી જાવેદ રોકાઈ અને ફોટોગ્રાફર સાથે વાત કરવા લાગી. જો કે, થોડીક સેકન્ડો પછી, તેણે ફોટોગ્રાફરને કહ્યું – ચાલો હવે પતી ગયું . આના પર ફોટોગ્રાફરે કેમેરા બંધ કરી દીધો. ઉર્ફી જાવેદે જતા પહેલા ફોટોગ્રાફરને ચા ની ઓફર કરી, જેની ફોટોગ્રાફરે ના પાડી હતી.આ વીડિયો પર ઘણા યુઝર્સે કોમેન્ટ કરી છે. અભિનેત્રી ઉર્ફી જાવેદના વિડિયો પર, જે તેના પોશાક અને તેના નિવેદનોને કારણે ટ્રોલ થઈ, એક યુઝરે લખ્યું, 'પૈસા સમાપ્ત.' અન્ય યુઝરે કમેન્ટ કરી- પહેલીવાર આનો વીડિયો પસંદ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો ને અલવિદા કહી શકે છે ડો અભિમન્યુ બિરલા- આ રિયાલિટી શોમાં આવવાની ચાલી રહી છે ચર્ચા 

તમને જણાવી દઈએ કે ઘણા યુઝર્સે ઉર્ફી જાવેદના નો મેકઅપ લુકની પ્રશંસા કરી છે અને લખ્યું છે કે તે મેકઅપ વગર સારી દેખાય છે. તમને જણાવી દઈએ કે વીડિયોમાં ઉર્ફી જાવેદ માત્ર કાજલ લગાવેલી જોવા મળી રહી છે.

 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version