News Continuous Bureau | Mumbai
Urfi javed: ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશન સેન્સ માટે જાણીતી છે તે દરરોજ પોતાની નવી ફેશનથી લોકોને મોટો આંચકો આપે છે. અત્યાર સુધી ઉર્ફી એ ઘણી વસ્તુઓ માંથી પોતાનો ડ્રેસ બનાવ્યો છે કે જેની તમે કલ્પના પણ ના કરી શકો. હવે ફરી એકવાર તે પોતાની લેટેસ્ટ તસવીરોને લઈને ચર્ચામાં આવી છે.ઉર્ફી એ તેની ખુબજ બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.
ઉર્ફી જાવેદે શેર કરી બોલ્ડ તસવીરો
ઉર્ફી જાવેદે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે ટોપ વગર જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે પોતાના શરીરને ઢાંકવા માટે માત્ર સાબુ ના ફીણ નો ઉપયોગ કર્યો છે. ઉર્ફીએ આ ફીણને બ્રેલેટનો આકાર આપીને લગાવ્યો છે.
ઉર્ફી જાવેદ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. તે અત્યાર સુધીમાં ઘણી વખત જોવામાં આવી છે. ફરી એકવખત યુઝર્સ ઉર્ફી જાવેદ ને ટ્રોલ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Agastya nanda: ધ આર્ચીઝ બાદ ચમકી અગસ્ત્ય નંદા ની કિસ્મત, શ્રીરામ રાઘવન ની ફિલ્મ માં ભજવશે આ મહત્વ ની ભૂમિકા