News Continuous Bureau | Mumbai
પોતાની બોલ્ડ અદાઓ અને અતરંગી ફેશન સેન્સ માટે ફેમસ ઉર્ફી જાવેદ(Urfi Javed) આજકાલ પોતાના એક સૉન્ગને કારણે ચર્ચામાં છે. હાલમાં જ તેનું એક સોન્ગ રિલીઝ(Song release) થયું છે. આ સોન્ગને ફેન્સના કંઇ ખાસ રિએક્શન નથી મળી રહ્યાં. પરંતુ આ વચ્ચે જ તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે ખુબ વાયરલ(Viral video) થઇ રહ્યો છે.
વાયરલ આ વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી ઝૂલો ઝૂલી રહી છે અને સ્ટાઇલ મારી રહી છે. જો કે ઝૂલો ઝૂલતી વખતે ઉર્ફીને સ્ટાઇલ મારવી ભારે પડી જાય છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્ફી સોંગનું શૂટિંગ કરી રહી છે. તે ઓરેન્જ કલરની સાડી(Orange saree) પહેરીની ઝૂલો ઝૂલી રહી છે અને આસપાસ ઘણા ડાન્સર્સ પણ છે. પરંતુ ઝૂલો ઝૂલતી વખતે ઉર્ફી સ્ટાઇલ મારે છે અને અચાનક તેનું બેલેન્સ ડગમગી જાય છે. તેવામાં તે પોતાની જાતને સંભાળી નથી શકતી અને નીચે ખાબકે છે. તેની આસપાસ રહેલા ડાન્સર્સ તેને પકડવાનો પ્રયાસ કરે છે.
આ સમાચાર પણ વાંચો : ઐશ્વર્યા થી લઇ ને સારા અલી ખાન સુધી મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટીમાં જામ્યો સ્ટાર્સ નો મેળાવડો-જુઓ વિડિયો
જણાવી દઈએ કે ઉર્ફી જાવેદે પોતાની સાથે ઘટેલી આ ઘટનાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ(Social media platforms) પર શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરીને કેપ્શનમા તેણે લખ્યું, આ તો ખરેખર હાય હાય થઇ ગયું હતું. તેનો આ વીડિયો જોઇને લોકો મજા લઇ રહ્યાં છે અને ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે.