ઉર્ફી જાવેદે કપડાંને બદલે શરીર પર ચોંટાડ્યું ગ્લિટર-વીડિયો જોઈને ચાહકો ને લાગ્યો 440 વોલ્ટનો ઝટકો-જુઓ વિડીયો 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

'બિગ બોસ ઓટીટી'(Bigg Boss OTT) માં હંગામો મચાવ્યા બાદ ઉર્ફી જાવેદ(Urfi Javed) હવે ફેશન જગતમાં(fashion world)  હંગામો મચાવી રહી છે. ઉર્ફી લગભગ દરરોજ તેની અસામાન્ય ફેશનથી ચાહકોને આશ્ચર્યચકિત કરવાનું ચાલુ રાખે છે. અત્યાર સુધી, ઉર્ફીએ ઘણી વસ્તુઓ સાથે પોતાના માટે ડ્રેસ બનાવ્યો છે. ઉર્ફીએ કાચનો, ક્યારેક ચેન તો ક્યારેક બ્લેડનો ડ્રેસ પહેરીને બધાની બોલતી બંધ કરી દીધી છે. તમે વિશ્વાસ કરી શકશો નહીં કે તેણે હવે શું કર્યું. આ વખતે ઉર્ફીએ કપડાં પહેર્યા વિના ફોટોશૂટ(Photo shoot) કરાવ્યું છે. 

પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી(style statement) બધાને ચોંકાવી દેનારી ઉર્ફીએ ફરી એકવાર લોકોને વિચારતા કરી દીધા છે. ઉર્ફીએ તેનો એક લેટેસ્ટ વીડિયો(Latest Video) પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી કપડા વગર જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉર્ફી ટોપ પહેર્યા વગર કેમેરાની સામે પોઝ આપી રહી છે. તેણે ટોપ પહેર્યું નથી. તેના બદલે, ઉર્ફીએ પોતાને આગળથી ઢાંકવા માટે ઘેરો લાલ કલર કર્યો છે. તેમજ તેણે તેના ગળામાં હેવી નેકપીસ પહેર્યો છે. તેની સાથે ઉર્ફીએ નીચે રેડ કલરનો સ્કર્ટ પહેર્યો છે. સાથે જ તેણે પોતાના વાળમાં બન પણ બનાવ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું, 'યે તેરી નજર આ કુસૂર હૈ…'.

આ સમાચાર પણ વાંચો :  રિયલ લાઈફમાં એકદમ બિન્દાસ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની આ એક્ટ્રેસ-ડૉક્ટર બનવા માંગતી હતી પરંતુ નસીબે બનાવી દીધી અભિનેત્રી 

દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફી જાવેદ ટ્રોલના((Troll) નિશાના પર આવી છે. તેનો આ લુક આપીને લોકો ફરી ચોંકી ગયા છે. ઘણા લોકો તેનો લુક પસંદ કરી રહ્યા છે તો ઘણા તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે કમેન્ટ કરીને લોકો તેમને કપડા પહેરવાની સલાહ આપી રહ્યા છે. આ વીડિયો પર અત્યાર સુધીમાં લાખો કોમેન્ટ આવી ચૂકી છે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment